૨૦૨૬માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઇ જશે

  • March 20, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીયો દેશમાં પાટા પર બુલેટ ટ્રેન કયારે દોડશે તેની રાહ જોઇ રહ્યો છે. સૌથી પહેલા ટને લઇ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યુ કે અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન ૨૦૨૬માં પાટા પર દોડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ૨૦૨૬માં તૈયાર થશે અને સુરતના એક સેકસન પર દોડશે. તેમણે કહ્યું કે સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને દરિયાઈ ટનલ પર કામ શ થઈ ગયું છે. આ ટનલ દ્રારા ટ્રેન થાણેથી મુંબઈ પહોંચશે. રેલવે મંત્રીએ મુંબઈ–અમદાવાદ 'બુલેટ ટ્રેન' કોરિડોરનો વીડિયો શેર કર્યેા છે.

બુલેટ ટ્રેનના ટ માટે ૨૪ પુલ અને ૭ પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં ૭ કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પેારેશન લિમિટેડ આ બાંધકામ પર સતત કામ કરી રહી છે. અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુંબઈ–અમદાવાદ ટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ–સ્પીડ રેલ પ્રોજેકટ છે, જેના અમલીકરણમાં જાપાન સરકાર દ્રારા મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.

અમદાવાદ–મુંબઈ કોરિડોર શ થવાથી બંને શહેરો વચ્ચેના ૫૦૮ કિલોમીટરના અંતર માટે મુસાફરીનો સમય ઘટીને માત્ર ૨ કલાક થઈ જશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ૧.૦૮ લાખ કરોડ પિયાના રોકાણ સાથે બનાવવામાં આવી રહેલા અત્યાધુનિક ટ્રેન પ્રોજેકટની કેટલીક વિશેષતાઓની ચર્ચા કરવામાં આવી છે.આ ટનલ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. કોરિડોરમાં સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે, એક એવી ટેકનોલોજી કે જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application