૨૦૨૪માં ૨૦ દેશમાં માનવીય સંકટ વધુ વકરશે: અહેવાલ

  • December 20, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વમાં હાલના તમામ ખતરાઓ વચ્ચે આગામી વર્ષે ૨૦ દેશોમાં માનવીય સંકટ વધુ વકરશે તેવી આશંકા છે. ઈન્ટરનેશનલ રેસ્કયુ કમિટીના ઈમરજન્સી વોચલિસ્ટ રિપોર્ટમાં સુદાનને આ પરિસ્થિતિઓ માટે સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવ્યું છે. ત્યારબાદ ઇઝરાયેલના હુમલાને કારણે, કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશો અને દક્ષિણ સુદાનમાં સંકટની સંભાવના છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે યારે આ વર્ષે માનવતાવાદી સહાયની જરૂરિયાતવાળા લોકોની સંખ્યા વધીને ૩૦ કરોડ થઈ ગઈ છે અને સ્થળાંતરીત લોકોની સંખ્યા ૧૧ કરોડ થઈ ગઈ છે.
આબોહવા પરિવર્તન, સશક્ર સંઘર્ષ અને દેવાનો વધતો બોજ ૨૦૨૪ સુધીમાં વિશ્વભરમાં માનવતાવાદી કટોકટી વધારશે. માનવતાવાદી પરિસ્થિતિ બગડવાની સંભાવના ધરાવતા દેશોમાં સબ–સહારન આફ્રિકાના નવ દેશો તેમજ એશિયામાં મ્યાનમાર અને અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વમાં સીરિયા, લેબનોન અને યમન, યુરોપમાં યુક્રેન, દક્ષિણ અમેરિકામાં ઇકવાડોર અને હૈતીનો સમાવેશ થાય છે. યારે કેટલાક આફ્રિકન દેશોમાં જીવનધોરણમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે, સંઘર્ષ, બળવા અને ગરીબી જેવી સમસ્યાઓ હજુ પણ ચિંતાજનક સ્તરે વધી રહી છે અને અલ નીનો હવામાનની ઘટનાઓ આબોહવાની ચરમસીમા માટે ખતરો છે.દેશમાં માદક દ્રવ્યોની હેરાફેરી વધી રહી છે અને રોગચાળા અને આબોહવાનાં જોખમોએ તેને આર્થિક રીતે નબળા બનાવી દીધું છે. હૈતીમાં લગભગ અડધી વસ્તીને માનવતાવાદી સહાયની જર છે અને તે અસંભવિત છે કે પોલીસને શકિતશાળી સશક્ર ગેંગ સામે લડવામાં મદદ કરવાના યુએનના પ્રયાસો આવતા વર્ષે પરિસ્થિતિમાં સુધારો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application