જામનગર-મુંબઇ વચ્ચેના રેલ વ્યવહાર પર માઠી અસર: મેઇલ નવ કલાક લેઇટ

  • September 18, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા અંતરની અનેક ટ્રેનો 10 થી 1ર કલાક લેઇટ: અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી: અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી: નર્મદાનું પાણી છોડાતા અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચેના રેલવ્યવહાર પર અસર


ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થઇને તૂટી પડતાં બીજી તરફ નર્મદા ડેમમાં વ્યાપક પાણીની આવકના કારણે લાખો કયુસેક પાણી છોડવામાં આવતા જામનગર-મુંબઇ વચ્ચેના રેલવ્યવહાર પર માઠી અસર પડી છે, તો ખાસ કરીને સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચેનો રેલ્વે વ્યવહાર ખોરવાયો છે, સૌરાષ્ટ્ર મેલ સમય કરતા 9 કલાક લેઇટ દોડી રહી છે, બીજી તરફ અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનોના ટ ડાયવર્ટ કરાયા છે, લાંબા અંતરની ઓખા તરફ આવતી ટ્રેનો 10 થી 1ર કલાક લેઇટ ચાલી રહી છે, આમ મેઘરાજાએ ગુજરાતમાં સટાસટી બોલાવતા રેલ વ્યવહાર પર અસર પડી છે.


મળતી માહિતી મુજબ બનારસ-ઓખા સુપર ફાસ્ટ ટ્રેન નં. રર970 11 કલાકને ર3 મીનીટ, સૌરાષ્ટ્ર મેલ નં. રર94પ નવ કલાકને પ4 મીનીટ તેમજ પોરબંદર સુપર ફાસ્ટ ટ્રેન નં. 1ર906 તેર કલાકને પ4 મીનીટ લેઇટ ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અત્યારે વિરમગામ, હમસફર ટ્રેન સાણંદ સૌરાષ્ટ્ર મેલ બરોડા તેમજ મુંબઇથી આવતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બીલીમોરા ઉભી રાખી દેવામાં આવી છે, ભચ, સુરત, વડોદરા, વલસાડ વિગેરે વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેમજ નર્મદાનું પાણી છોડવામાં આવતા જામનગર તરફ આવતી જતી ટ્રેનો લેઇટ ચાલી રહી છે, અમુક ટ્રેનોને પશ્ર્ચિમ રેલ્વે દ્વારા યાત્રિકોની સુરક્ષાને ઘ્યાનમાં લઇને જે તે સ્ટેશને ઉભી રાખી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application