રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક ફ્રોડને રોકવા માટે નિયમોમાં મોટા ફેરફારો કયર્િ છે. જો કોઈ બેંક ખાતું છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોય, તો બેંકોએ તેની ઓળખ કરવી પડશે અને તાત્કાલિક પગલાં લેવા પડશે. જેનાથી છેતરપિંડીની રકમ પરત કરવામાં મદદ મળશે. નવા નિયમો બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપ્નીઓ અને નાણાકીય સંસ્થાઓ પર લાગુ થશે.
આરબીઆઈએ તાજેતરમાં માર્ગદર્શિકા ધરાવતો નવો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પ્રાદેશિક ગ્રામીણ બેંકો, હાઉસિંગ ફાઇનાન્સ કંપ્નીઓ, ગ્રામીણ સહકારી બેંકો, વ્યાપારી બેંકો અને એનબીએફસીમાં છેતરપિંડી જોખમ સંચાલન માળખું મજબૂત કરશે અને બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટની જવાબદારીઓ નક્કી કરશે. પરિપત્ર અનુસાર, દરેક બેંકોએ એક વિશેષ સમિતિની રચના કરવી પડશે, જેનું કામ બેંકમાં થઈ રહેલી છેતરપિંડીના મામલા પર નજીકથી નજર રાખવાનું રહેશે. કમિટીએ પણ શોધી કાઢશે કે બેંકિંગ સિસ્ટમમાં ક્યાં ક્યાં ખામીઓ હતી, જેના કારણે છેતરપિંડી થઈ. જો બેંકમાં કોઈપણ ખાતુ કોઈપણ ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તો બેંક ચેતવણી જારી કરશે અને એકાઉન્ટને ફ્લેગ કરશે. જો બેંકો પાસે રૂ. 6 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો આવે તો તેની માહિતી પહેલા સીબીઆઈને આપવી પડશે. જેનાથી ઓછી રકમની છેતરપિંડીના કેસમાં રાજ્ય પોલીસને માહિતી આપવી પડશે. બેંકોએ છેતરપિંડીના મામલાઓનો સામનો કરવા માટે એક સમિતિની રચના કરવી પડશે. છેતરપિંડી સંબંધિત બેંક ખાતાની ઓળખ કરવી પડશે અને સાત દિવસમાં આરબીઆઈને માહિતી આપવાની રહેશે.
ભંડોળના દુરુપયોગનો કેસ, બનાવટી દસ્તાવેજો અને સાધનો દ્વારા રોકડ ઉપાડ, હકીકતો છુપાવીને કોઈની સાથે છેતરપિંડી કરવી, ખોટા દસ્તાવેજો અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવીને છેતરપિંડી, વિદેશી વિનિમયને સંડોવતા કપટપૂર્ણ વ્યવહારો, કપટપૂર્ણ ઇલેક્ટ્રોનિક બેંકિંગ, ડિજિટલ ચુકવણી વ્યવહારો વગેરે છેતરપિંડી ગણવામાં આવશેે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech