ભવિષ્યમાં સુખ ભોગવું હોય તો સત્કર્મ કરતા રહો-શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

  • July 25, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ મહારાજજી એ આશિર્વચન આપતા જણાવ્યું આજે આપ સુખી છો તો એનું કારણ ભૂતકાળમાં કરેલા તમારા પુણ્યો છે. ભવિષ્યમાં સુખી થવું હોય તો વર્તમાનમાં સત્કર્મમાં જોડાઈ જવું એ સત્કર્મના પ્રતાપે ભવિષ્ય સુખમય બની શકે છે. પરમ તત્વ સર્વત્રવિદ્યમાન છે. પરમાત્મા ના અવતારના અનેકો હેતુઓ હોય છે. ધર્મ, ધર્માત્મા સંતોનો ઉદ્ધાર અને અસુરોનો સંહાર ભગવદ અવતાર ના મુખ્ય કાર્ય છે. સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન જેના હાથમાં છે તે પરમાત્મા કહેવાય. જે વિદ્યા-અવિદ્યા ને જાણે તે પરમાત્મા, સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, પશુ-પક્ષી, મનુષ્ય, પ્રાણી માત્ર પરમાત્માનું સ્વરૂપ છે. કાળ અર્થાત મૃત્યુથી બચવાનો સરળમાં સરળ ઉપાય શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું શ્રવણ, મનન અને ચિંતન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application