શિયાળામાં તમારા ચહેરા પર ઈચ્છો છો ગુલાબી નિખાર તો ઘરે જ બનાવો આ 5 પ્રકારના નેચરલ ટોનર

  • December 12, 2024 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્વચાના છિદ્રોને રીપેર કરવા અને ચહેરા પર ઓઈલ જાળવવામાં ટોનર ખૂબ જ મદદરૂપ છે. જો કે બજારમાં ઘણા પ્રકારના ટોનર સરળતાથી મળી રહે છે, પરંતુ તેમાં કેમિકલ હોય છે. તેથી, આજે અમે તમને કેટલાક કુદરતી ટોનર્સ કેવી રીતે બનાવવા તે વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાને લાભ કરશે અને તમારા ચહેરા પર રોઝી ગ્લો આપશે.


શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે આ ઋતુમાં ઠંડી હવા ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવી દે છે. આવી સ્થિતિમાં ઘરે બનાવેલા કેટલાક કુદરતી ટોનરનો ઉપયોગ તમારા માટે સૌથી અસરકારક અને સલામત ઉપાય હોઈ શકે છે, જેના માટે ગુલાબ જળ અને એલોવેરા જેલમાંથી બનાવેલ ટોનર ત્વચાને મોઇશ્ચરાઇઝ પ્રદાન કરે છે. આ સિવાય દૂધ અને હળદરનું ટોનર ત્વચાને પોષણ આપે છે. આ ટોનર્સ ત્વચાને હાઇડ્રેટેડ, સ્વસ્થ અને ચમકદાર રાખે છે. ચાલો જાણીએ કે આ ટોનર્સ કેવી રીતે બનાવાય છે.


ગુલાબ જળ અને એલોવેરા જેલ ટોનર

2 ટેબલસ્પૂન ગુલાબજળમાં 1 ટેબલસ્પૂન એલોવેરા જેલ ઉમેરો, બંનેને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેને સવાર-સાંજ સાફ ચહેરા પર સ્પ્રે કરો. ગુલાબજળ ત્વચાને તાજગી આપે છે અને એલોવેરા જેલ ત્વચાને ઊંડે સુધી વીટામીન આપે છે.


બીટરૂટ અને ગાજર ટોનર

એક બીટરૂટ અને એક ગાજરને નાના ટુકડામાં કાપીને એક કપ પાણીમાં ઉકાળો. જ્યુસને ગાળી, ઠંડુ કરીને બોટલમાં ભરી લો. હવે તેને કોટન બોલની મદદથી ગાલ પર લગાવો. બીટરૂટનો કુદરતી રંગ પિગમેન્ટેશન ઘટાડે છે અને ગાજરના પોષક તત્વો ગાલને ચમકદાર બનાવે છે.


કાકડી અને ફુદીનો ટોનર

કાકડીને કાપીને તેના નાના ટુકડા કરો અને તેને 8-10 ફુદીનાના પાન સાથે એક કપ પાણીમાં 24 કલાક માટે મુકી દો. 24 કલાક પછી તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. તેને તમારા ચહેરા પર દિવસમાં 1-2 વખત સ્પ્રે કરો. કાકડી ત્વચાને ઠંડક આપે છે અને ફુદીનો તાજગી આપે છે.


દૂધ અને હળદર ટોનર

2 ટેબલસ્પૂન તાજા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને કોટન બોલની મદદથી ચહેરા પર લગાવો. આ ટોનર ત્વચાને વિટામીન અને પોષણ આપીને ગાલને ગુલાબી બનાવે છે.


ગ્રીન ટી અને લેમન ટોનર

એક કપ તૈયાર કરેલી ગ્રીન ટીને ઠંડુ કરો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરો અને પછી તેને કોટન બોલની મદદથી ગાલ પર લગાવો. એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ગ્રીન ટી ત્વચાને રિપેર કરવામાં મદદ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application