ગુજરાતની શાળામાં ભણતા વિધાર્થીઓને આપવામાં આવી સ્કોલરશીપના મામલે રાયના શિક્ષણ વિભાગ દ્રારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિધાર્થીઓની બેંક એકાઉન્ટ જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં હવે સ્કોલરશીપ માટે રેશનકાર્ડ લિંક કરવાનું નવું તુત ઉમેરાયુ છે જેના પગલે વિધાર્થી વાલી અને શિક્ષકોની સ્થિતિ કફોડી બની છે.જો રેશનકાર્ડ નહી હોયતો વિધાર્થીઓને સ્કોલરશીપ નહી મળે.પ્રા માહિતી અનુસાર, રાયની તમામ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ–૧થી મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, ૧૨ના વિધાર્થીઓને સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાક વર્ષેાથી સીધી વિધાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે. સ્કોલરશીપ વિધાર્થીઓ સીધી પહોંચે તે માટે છેલ્લ ા ઘણા સમયથી સીધા જ બેકખાતામા જમા થાય છે.ત્યારે શિક્ષણ વિભાગના નવા ફતવાથી વિધાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. રાયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બેંક એકાઉન્ટ, જાતિ તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતા આવો ફતવો કેમ બહાર પાડવો પડયો તે ચર્ચાનો વિષય બન્યો છે. સરકારના જુદાજુદા વિભાગ દ્રારા રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિધાર્થીઓનું આધાર બેડ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ બાયોમેટિ્રક ઈ–કેવાયસી કરવાનો આક્રોશ ફેલાયો છે.આ તમામ કામગીરી કરવા માટે તમામ જિલ્લ ાના શિક્ષણાધિકારીઓ મારફતે શિક્ષકોને જોતરવાની સૂચના મળતા શિક્ષકોમાં રોષ છે.હાલ આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટ નંબર, વિધાર્થીઓના આધાર કાર્ડ, રેશનકાર્ડ એકાઉન્ટની વિગતો મેળવવાની રહેશે. જેથી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે આધાર કાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર તથા પણ અપલોડ કરવાની રહેશે. રાજયભરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્રારા પણ સ્કૂલોના આચાર્યેાને પરિપત્ર કરી સૂચના અપાઈ છે. વિધાર્થીના નામ રેશનકાર્ડમાં ન હોય તે નામ રેશનકાર્ડમાં ચઢાવવાના રહેશે. તેવા વિધાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ હેઠળની કચેરીમાં જમા કરાવવુ નવુ,કાર્ડ કઢાવવુ વગેરે હવે રેશનકાર્ડમાં વિધાર્થીઓના નામ દાખલ કરવા માટે પણ વાલીઓને ધક્કા ખાવાનો વારો આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech