મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરશે તો વધશે ૧૮ ટકા નફો: અભ્યાસ

  • December 09, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘર–ઓફિસના કામ માટેના દબાણના કારણે પુષોની સરખામણીમાં ૨૫ ટકા કામકાજી મહિલાઓનો સમય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે વેડફાય છે. જો નોકરીદાતા કંપનીઓ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ પર ધ્યાન આપે તો ઉત્પાદન ૨૨ ટકા અને નફો ૧૮ ટકા સુધી વધી શકે છે. વકિગ વુમનની સ્થિતિ અને તેની અસર અંગેના બે તાજેતરના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. આ મામલે યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફડં (યુએનએફપીએ)એ પણ ખાનગી ક્ષેત્રની કંપનીઓને મહિલા કામદારોને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાની સલાહ આપી છે.
મેકિન્સે હેલ્થ ઈન્સ્િટટૂટ અને વલ્ર્ડ ઈકોનોમિક ફોરમ સેન્ટર ફોર હેલ્થ એન્ડ હેલ્થકેરના સંયુકત અભ્યાસ (૨૦૨૪)માં મહિલાઓના સ્વાસ્થ્યને કારણે કામકાજના સમયની ખોટ બહાર આવી છે. ખાસ વાત એ છે કે ૧૯૦ મિલિયન મહિલાઓ ટેકનોલોજી, ડેટા, સપ્લાયર્સ, મેન્યુફેકચરિંગ વગેરે સાથે સંકળાયેલી છે પરંતુ જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યને લઈને કંપનીઓ દ્રારા તેમની ઉપેક્ષા કરવામાં આવે છે.
અભ્યાસ મુજબ, જો કંપનીઓ મહિલાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે તો દરેક મહિલા કર્મચારીના જીવનકાળમાં સરેરાશ ૫૦૦ કામકાજના દિવસો વધી શકે છે. આને વિશ્વભરની મહિલા કામદારોના કામમાં ઉમેરો તો વર્ષ ૨૦૪૦ સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા વાર્ષિક એક ટિ્રલિયન ડોલરની વૃદ્ધિ પામી શકે છે.
તાજેતરમાં, દેશની સર્વેાચ્ચ અદાલતે પીરિયડસ દરમિયાન કામ કરતી મહિલાઓને થતી અસુવિધા અંગે ચિંતા વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટની એક મહિલા ન્યાયાધીશે તો ત્યાં સુધી કહ્યું કે પુષોને પીરિયડસ આવે તો જ તેઓ મહિલાઓની પીડાને સમજી શકશે. તે જ સમયે રાજસ્થાન હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લેતા, આ સમયગાળા દરમિયાન મહિલાઓ માટે રેસ્ટ મની આવશ્યકતા જાહેર કરી.
એક અભ્યાસ દર્શાવે છે કે યારે પીડાની વાત આવે છે ત્યારે હોસ્પિટલોમાં પુષો અને ક્રીઓને અલગ રીતે સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં બીમારી અથવા પીડાના કિસ્સામાં મહિલાઓને પુષો કરતાં ૧૦ ટકા ઓછી પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમને વધુ રાહ જોવી પડે છે.
પિયો સ્મિથ, એશિયા અને પેસિફિક માટે યુએનપીએફએ પ્રાદેશિક નિર્દેશકના જણાવ્યા અનુસાર વ્યવસાયો કે જે આરોગ્યની કાળજી રાખે છે અને કલ્યાણમાં રોકાણ કરે છે, તેઓ પોતાને મોટી નાણાકીય સફળતા માટે સેટ કરી રહ્યાં છે. જો મહિલાઓની જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યની જરિયાતો પૂરી થાય તો કંપનીઓને ઉત્પાદનની સાથે નફો પણ મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application