જો મારા પિતાની આત્મહત્યા કેસમાં ન્યાય નહીં મળે તો અમે બધા પણ આત્મવિલોપ્ન કરશું

  • October 27, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભુમી દ્વારકા જિલ્લ ામાં ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે ખેતી તથા ખેત પેદાશોના વેચાણમાં કમીશનનો ધંધો કરતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા આહીર પોતાની સાથે ા.2 કરોડ 49 લાખની છેતરપીંડી, વિશ્ર્વાસઘાત સબબ પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા કંટાળીને ન્યાયને ઈશ્ર્વર ભરોસે છોડી 3 ઓકટોબરના રોજ આત્મહત્યા કરી હતી. પોલીસ આઈપીસી કલમ 306, 506 બે, 114 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી પરંતુ આત્મહત્યાના કારણે ગુનાના મોટીવ અંગે પોલીસે લગાવવી જોઈતી કલમ નહીં લગાવી ફરજમાં ગંભીર બેદરકારી કરી છે. તથા પોલીસે આરોપી ઈસમોને છાવરવાની કોશિષ કરી હોવાના આક્ષેપ સાથે આહીર સેના દ્વારા રેંજ આઈજી ્રઅશોકકુમાર યાદવને રજુઆત કરી છે.



લેખીત રજુઆતમાં મૃતક ભાયાભાઈએ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. દેવભુમી દ્વારકા એસપીને અરજી કરી હતી. બધા જ હિસાબો રજુ કયર્િ હતા. આરોપી અને ભાયાભાઈ વચ્ચે થયેલ વાતચીતની પેઈન ડ્રાઈવ પણ રજુ કરી હતી. બધા જ આધાર પુરાવા રજુ કયર્િ હતા. જે ખેડુતોએ મગફળી, ચણા આપ્યા હતા તેમાંથી મોટાભાગના ખેડુતોને પણ પોલીસ મથકમાં રજુ કર્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા સમય પસાર કરવામાં આવ્યો કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જેના કારણે ભાયાભાઈ જે સ્વભીમાની ખેડૂતે જીવન ટુંકાવવાનો રસ્તો અપ્નાવવો પડયો. જો સ્થાનીક પોલીસે તથા દ્વારકાના પોલીસે યોગ્ય પગલા લીધા હોત તો ભાયાભાઈને આત્મહત્યાની ફરજ પડી ન હોત. તેઓએ ન્યાય નહીં મળે તો અમો બધા પણ મારા પિતાએ જે જગ્યાએ આત્મહત્યા કરી તે જગ્યાએ આત્મવિલોપ્ન કરીશું. આ બાબતે ભવિષ્યમાં જે કાંઈ ઘટના બનશે તેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. ભાયાભાઈની હત્યા પાછળ કુલ 7 આરોપી જવાબદાર છે. જેમાંથી માત્ર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તેથી આહીર સેના ગુજરાતની સ્પષ્ટ માંગણી છે કે, બાકીના આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરો અને તપાસ દરમ્યાન જે પોલીસ અધિકારીઓ વિધ્ધ પણ ખાતાકીય પગલા ભરી તપાસમાં જે કોઈના નામ ખુલે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદમાં તેના નામ ઉમેરવામાં આવે તેમજ તમામ આરોપીઓની મિલકત જપ્ત કરી ભોગ બનનાર ભાયાભાઈના લેણા નીકળતા નાણા તેને પરત આપવામાં આવે અને ફરિયાદીને ન્યાય મળે તેવી આહીર સેનાની લાગણી અને માંગણી છે. જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આહીર સેના ગુજરાતને નાછૂટકે ન્યાયના હિતમાં અણધાયર્િ કાર્યક્રમો આપવા પડશે તેવી આહીર સેના ગુજરાતના હોદેદારો વકીલ કમલેશ કોઠીવાળ, વણ ડાંગર, અશ્ર્વિન બકુત્રા, કરણ કાનગડ તથા મૃતકના ફરિયાદી પુત્રી મીતા ચાવડા દ્વારા લેખીત આવેદન સાથે પગલા લેવા માગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application