હોમ ગાર્ડ જવાન–યુવતી પગાર પડાવી લેતા હોઈ યુવાન મરવા મજબૂર થયો'તો

  • May 14, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની અને હાલ મેટોડા જીઆઇડીસીમાં રહેતા યુવાને ગત તારીખ ૯ ના રોજ વાગુદડ નદીમાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે તેણે એક વીડિયો કિલપ બનાવી હતી જેમાં મારા મરવાનું કારણ કડી અને રાહત્પલીયો છે તેવું તેણે કહ્યું હતું. આ અંગે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી મેટોડામાં રહેતી કીર્તિ પરમાર અને રૈયાધારમાં રહેતા હોમગાર્ડના જવાન રાહત્પલ બગડા સામે યુવાનને આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો છે. મૃતક યુવાનને કીર્તિ સાથે બે વર્ષથી સંબધં હોય દરમિયાન કોઈ કારણોસર આ બંને તેને બ્લેકમેઇલીંગ કરી તેના પગારના પૈસા પડાવી લેતા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધ્યા બાદ બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી ગેટ નંબર–૧ પાસે જીજ્ઞેશ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતો અને અહીં મેટોડામાં જ સિલ્વર બ્રાશ કંપનીમાં નોકરી કરનાર અજય માવજીભાઈ ખાંભુ(ઉ.વ ૨૩) નામનો યુવાન ગત તારીખ ૯૫ ના રોજ ઘરેથી કામ પર ગયા બાદ બપોરના સમયે વાગુદડ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે તેણે એક વિડીયો બનાવ્યો હોય જે વિડિયો અને મૃતકના પિતા માવજી નથુભાઈ ખાંભુ (ઉ.વ ૫૦) ની ફરિયાદ પરથી મેટોડા પોલીસે અહીં મેટોડામાં જ રહેતી કીર્તિ ઉર્ફે કીડી દાનાભાઈ પરમાર અને રૈયાધારમાં રહેતો હોમગાર્ડ જવાન રાહત્પલ બગડા સામે આઇપીસીની કલમ ૩૦૬, ૩૮૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતકના પુત્ર અજયે આપઘાત કરતા પૂર્વે જે વિડીયો બનાવ્યો હોય તેમાં આ બંને આરોપીઓના ત્રાસથી જ તેણે આ પગલું ભયુ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેણે એક અન્ય વીડિયો બનાવ્યો હોય જેમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યેા હતો કે, કેટલાક પૈસા દવ મમ્મી તમને દઉ, ઘરે દવ, હુ પૈસા નહીં દઉં એટલે એ મને આ રીતે દબાવ્યા જ રાખશે. મને એ અને રાહુલ ને લીધે મરવું જ જોઈશે. હર વખતે મારો પગાર કાંઈ ખોવાઈ ન જાતો. હુ પણ મારા મોઢે એમ કહેતો કે પગાર ખોવાઈ ગયો છે. એ બેઉ પડાવી લેતા એટલે હુ મરી જઈશ. હર વખતે એ બેય મને દબાવે છે પૈસા ન દઉં કે કાંઈ ન કં એટલે મને સીધો દબાવે. તેવું યુવાન વીડિયોમાં બોલતો હતો.

જેથી આ બંને શખસો છેલ્લા બે વર્ષથી યુવાનને યેનકેન પ્રકારે દબાવી બળજબરીપૂર્વક તેના પગારના પૈસા લઈ લેતા હોય બંનેના ત્રાસથી કંટાળી યુવાન મરવા મજબૂર થયો હતો. આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહિલની રાહબરીમાં પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application