સરકારી કર્મચારીઓને હવે વિદેશ પ્રવાસે જવું અઘં બનશે મહિના પૂર્વે વિદેશ પ્રવાસનુ ના વાંધા પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાયની શાળામાં શિક્ષકો વિના મંજૂરીએ વિદેશમાં મહાલતા હોવાનું બહાર આવતા સરકાર સફારી જાગી છે.હવે રાય સરકારના જળ સંપતિ પાણી પુરવઠા નર્મદા કલ્પસર વિભાગ દ્રારા કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો સમયસર દરખાસ્ત મંજૂર કરાવી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મયોગી પ્લેટફોર્મ પર તેની ઓનલાઈન અરજી કરવી પડશે.
રાયની કેટલીક સરકારી શાળાઓના શિક્ષકો વિના મંજૂરીએ વિદેશ પ્રવાસે હોય તેવું શિક્ષણ વિભાગનું ભોપાળુ બહાર આવ્યા બાદ સરકારી વિભાગો એલર્ટ થયા છે. રાયના જળસંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગ દ્રારા અધિકારી–કર્મચારીઓને વિદેશ પ્રવાસ કરવાનો હોય તેની તારીખના એક મહિના પહેલા રજાની એનઓસી લેવા સૂચના જારી કરી છે. જો આ સમયમર્યાદા પછી રજાની દરખાસ્ત આવશે તો મંજૂર કરાશે નહીં તેવી ચીમકી પણ અપાઇ છે.
સરકારી કર્મચારી–અધિકારીઓ માટે ૨૦૧૬ના પરિપત્રથી વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી અને એનઓસી લેવા માટેની કાર્ય પધ્ધતિ નિયત કરવામા આવી છે. જો કે તેનું ચૂસ્તપણે પાલન કરાતું નહીં હોવાની જળસંપત્તિ વિભાગે નોંધ લીધી છે. સાથી પોર્ટલમાં અધિકારીકર્મીઓ વિદેશ પ્રવાસ માટે ઓનલાઇન કાર્યવાહી કરે તો તેમાં જરી દસ્તાવેજ ઓનલાઇન બિડાણ કરાતા નથી. કર્મીઓએ તેમના વિદેશ પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા એક મહિના પહેલા દરખાસ્ત વિભાગને
ટૂંકા સમયગાળા પહેલા કે વિલંબથી દરખાસ્ત મળતી હોય છે. તેના કારણે જરી કાર્યવાહી થતી નથી અને એનઓસી પણ આપી શકાતી નથી.આ બાબતને ધ્યાનમાં લઇને વિભાગ દ્રારા સાથી સોટવેર અંતર્ગત કાર્યવાહી કરતા અધિકારીકર્મચારીઓએ ફરજીયાતપણે તેના માધ્યમથી વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ એનઓસી માટે અરજી કરવાની રહેશે તેવી સૂચના આપી છે. તે સાથે જ જરી દસ્તાવેજો ઓનલાઇન બિડાણ કરવા અને દરખાસ્ત અધૂરી હશે તો પરત કરાશે તેમ પણ જણાવ્યું છે.
રજાની માગણી માટે વિદેશ પ્રવાસની રજાની તારીખના એક મહિના પહેલા વિભાગ પાસેથી રજાની મંજૂરી લેવા અને કચેરીને જાણ કરવા તાકિદ કરી છે. આ સમય મર્યાદામાં પછી દરખાસ્તો મળશે તો તેને મંજૂર કરાશે નહીં તેવી ચીમકી પણ આપી છે. તે સાથે સંબંધિત કચેરીઓને જે તે અધિકારી કે કર્મચારીની વિદેશ પ્રવાસની દરખાસ્ત આવે તેના પાસપોર્ટ એનઓસી સહિતની વિગતોને કાળજીપૂર્વક ચકાસીને વિભાગને મંજૂરી મોકલવા માટે પણ જણાવાયું છે.
આગામી સમયમાં વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ એનઓસીના મોડુલ્સ કર્મયોગી પ્લેટફોર્મ પર આવરી લેવામાં આવે ત્યારે તેની ઉપર પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે. સમય મર્યાદામાં આ અરજી કરવામાં નહીં આવે તો એનઓસી નહીં આપવામાં આવે તે વાત પાકી છે રાય સરકાર દ્રારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસને લઈને સમયમાં આખરી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech