18મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. 542 બેઠકો પરની મતગણતરીમાં એનડીએ ગઠબંધન સરકારે બહુમતી મેળવી છે પરંતુ ખાસ કરીને બે બેઠકો પરના પરિણામથી ઘણા નેતાઓને આંચકો લાગ્યો છે. NSA હેઠળ જેલમાં બંધ અમૃતપાલ પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી જીત્યા છે અને ટેરર ફંડિંગના આરોપમાં જેલમાં બંધ અબ્દુલ રશીદ શેખ કાશ્મીરના બારામુલાથી જીત્યો છે. પરંતુ હવે સવાલ એ છે કે શું આ બંને આરોપીઓનું સભ્યપદ રદ કરી શકાય?
જેલમાંથી ચૂંટણી જીતી
પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા અમૃતપાલ સિંહે જીત મેળવી છે. અમૃતપાલ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. તેણે જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી અને જીત પણ મેળવી. આ સિવાય ટેરર ફંડિંગના આરોપમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ અબ્દુલ રશીદ શેખ ઉર્ફે એન્જિનિયર રાશિદ જમ્મુ-કાશ્મીરની બારામુલા સીટ પરથી જીત્યો છે. રાશિદે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને 2 લાખ 32 હજાર 73 મતોથી હરાવ્યા છે.
સવાલ એ છે કે જેલમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા આ નેતાઓનું સભ્યપદ રદ થઈ શકે કે નહી. જાણો બંધારણમાં આ અંગેના નિયમો શું છે.
• ભારતીય બંધારણના નિયમો અનુસાર કોઈપણ ભારતીય નાગરિક જેલમાંથી ચૂંટણી લડી શકે છે.
• જો ઉમેદવાર સામે કોઈપણ કેસમાં આરોપો સાબિત થાય અને તેને બે વર્ષથી વધુની જેલની સજા થાય તો સભ્યપદ રદ કરી શકાય છે.
• અમૃતપાલ સિંહ અને રાશિદ શેખ સામેના આરોપો હજુ સુધી સાબિત થયા નથી, તેથી તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી.
• લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 62(5) હેઠળ જેલના કેદીને મત આપવાનો અધિકાર નથી.
• લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8(1) અને (2) હેઠળ જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય હત્યા, બળાત્કાર, ધર્મ, ભાષા, આતંકવાદી પ્રવૃત્તિનું અપમાન કરવા જેવા ગુનાહિત કાવતરામાં સંડોવાયેલા હોય તો બંધારણ સંસદ અને વિધાનસભામાંથી તેમનું સભ્યપદ રદ કરી શકે.
• લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 (3) હેઠળ, જો કોઈ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવે અને તેને બે વર્ષથી વધુ જેલની સજા કરવામાં આવી હોય તો તે જેલમાંથી છૂટ્યા બાદ છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે આપમેળે ગેરલાયક ઠરે છે.
• નીચલી અદાલત દ્વારા દોષિત ઠરેલ વ્યક્તિ તેનુ સભ્યપદ બચાવવા માટે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.
તપાસ એજન્સી અબ્દુલ શેખ રાશિદ અને અમૃતપાલ સિંહ કેસની સતત તપાસ કરી રહી છે. તપાસ એજન્સીના રિપોર્ટના આધારે જો કોર્ટમાં આરોપો સાબિત થશે તો અબ્દુલ રશીદ અને અમૃતપાલ સિંહનું સભ્યપદ રદ્દ થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech