જેતપુરનો પ્રોજેકટ રદ નહી થાય તો આમ આદમી પાર્ટી રાજ્ય વ્યાપી આંદોલન કરશે અને આ પ્રોજેકટ રદ કરાવવા માટેના દરેક આંદોલનમાં લોકોની સાથે રહેશે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પરબતભાઇ બાપોદરા, અગ્રણી જીવનભાઇ જુંગી, પ્રભારી વિનશભાઇ મકવાણા અને ઉપપ્રમુખ નાગાભાઇ સીસોદીયાએ રાજ્યપાલને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર ખારવા સમાજ અને અખીલ ગુજરાત ખારવા સમાજ અને સેવ ડીપ-સીની આગેવાની હેઠળ ઘણા સમયથી જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી ડીપ-સી એન્ફલુઅન્ટ પ્રોજેકટ પોરબંદર જિલ્લાના સમુદ્રમાં નાખવાના છે. તેમાં પોરબંદર અને ગુજરાતના વિવિધ વિસ્તાર પોરબંદર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, વાપી અને સરીગામ(વલસાડ)ના સમુદ્રમાં કેમિકલયુકત પાણી નાખવામાં તેનાથી જખૌથી લઇને વલસાડ સુધીમાં લગભગ માછીમારથી લઇ માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલ અને તેમના ઉપર નિર્ભર આર્થિક નિભાવો થાય છે તે શહેરો અને ગામોને આર્થિક ફરક તો પડશે તેવા લગભગ કરોડો લોકોને અસર થશે અને અબજો પિયાના રોકાણ કરેલ ૨૬,૦૦૦ નાની મોટી બોટો તથા એકસપોર્ટ કરતી કંપનીઓ અને ગુજરાતના અર્થતંત્રથી ૪૦ ટકા વિદેશી હુંડીયામણ ભારત સરકારને કમાણી આપતા ધંધા ઉપરમાં અસર થશે તેમને ધ્યાનમાં રાખી ગુજરાત ખારવા સમાજ ને ગુજરાત આમ આદમી પાર્ટી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ટેકો જાહેર કરીએ છીએ અને માંગણી ધ્યાને લેવામાં તથા પ્રોજેકટ રદ નહી કરવામાં આવે તો આમ આદમી પાર્ટી વિરોધ સાથે દરેક આંદોલનમાં સાથે રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech