વેરાવળ પોલીસ દ્વારા ડો.ચગના આપઘાત મામલે ગુનો ન નોંધાય તો સર્વ સમાજના ધરણા-ઉપવાસ

  • February 23, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળમાં સેવાના પયર્યિ એવા સ્વ.ડો.અતુલભાઈ ચગના આત્મ કલ્યાણ અર્થે યોજાયેલ શોકસભામાં રાજકીય, સામાજીક સહીત શહેરના તમામ ક્ષેત્રના લોકોએ બ્હોળી સંખ્યામાં હાજરી આપી શોકમગ્ન બન્યા હતા. આ તકે દરેક વકતાઓએ શોકસભામાં આક્રોશ વ્યકત કરેલ જયારે રઘુવંશી અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ્ના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, આપ્ના નેતા જગમાલ વાળા, કોંગ્રેસના હીરાભાઈ જોટવા સહિતનાઓએ આક્રોશ વ્યક્ત કરતા તંત્રને ચીમકી આપતા જણાવેલ કે, તંત્ર તપાસના નામે હવે ડોક્ટર ચગના પરિવાર અને વેરાવળ વાસીઓની પરીક્ષા લેવાનું બંધ કરે નહીં તો અગ્નિ પરીક્ષામાં પરિણામસે અને જો આ ઘટનામાં વહેલી તકે જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ અને ધરણા કરવાની ફરજ પડનાર હોવાનું જણાવેલ હતુ  જયારે મૃતક તબીબના પુત્ર એ પોલીસ ને લેખિત ફરિયાદ આપ્યા ના પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસે ગુન્હો નોંધ્યો ન હોવાનું જણાવેલ હતું.


વેરાવળમાં લોહાણા બોર્ડિંગ ખાતે ઇન્ડીયન મેડીકલ એસો. તથા સર્વ સમાજ દ્વારા શોકસભા યોજાયેલ જેમાં સૌરાષ્ટ્રભરમાંથી રઘુવંશી તેમજ સર્વે સમાજના આગેવાનો ડોકટરો તથા શહેરીજનો મોટી સંખ્યામા ઉમટી પડેલ હતા અને ડો.અતુલભાઇ ચગના આપઘાતના બનાવને આજે 10 દિવસ વીતી જવા છતાં પોલીસ તપાસ નું નાટક કરી રહી હોવાનો આગેવાનોનો સુર ઉઠેલ હતો અને તમામે ન્યાય માટે એક સાથે રહેવાની સુર પુરાવેલ હતો જયારે ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારે જણાવેલ કે, ડો.ચગ પરીવાર તથા સમાજની પરીક્ષા લેવાનું બંધ કરો નહીતર આ અગ્ની પરીક્ષા થઈ જશે. ડો.ચગ આત્મહત્યા કેસ માં સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેના પિતા નારણભાઈ ચુડાસમાના નામ સાથેની સ્યુસાઈડ નોટ મળેલ હતી તેની વિરૂધ્ધ પરીવારજનો ફરીયાદ આપેલ હોવા છતા પોલીસ કોઈ જાતની ફરીયાદ નહિ નોધતા સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત તથા વિશ્વના રધુવંશીમાં ભારે રોષ વ્યાપેલ છે અને આવેદનો આપેલા છે.

વધુમાં ગરીબોના બેલી દર્દીનારાયણ તરીકે ઓળખાતા ડો.ચગ નું ગત તા.1ર ના મૃત્યુ થયેલ હોય જેને 10 દિવસ વીતી જવા છતા કોઈ પણ કાર્યવાહી ન થતા સર્વ સમાજ માં તથા સમગ્ર શહેરમાં રોષ ફાટી નિકળેલ અને શોકસભામાં સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય પક્ષોના નેતાઓ, પટેલો, પ્રમુખો તેમજ મોટી સંખ્યાંમા ડોકટરો શહેરીજનો ઉમટી પડેલ હતા દરેકે ડો.ચગ પરીવારને ન્યાય માટે રોષભેર જણાવેલ હતું અને સજજન માણસો બોલે નહી તે પણ મોટુ પાપ છે જેથી દરેકે આગળ આવવું જોઈએ અને લડાઈ માં સાથ આપવો જોઈએ તેમ જણાવેલ હતું. આ તકે ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઇ પરમાર, પ્રદેશ કોગ્રેસના અગ્રણી હીરાભાઈ જોટવા, જયકરભાઈ ચોટાઈ, આમ આદમી પાર્ટી ના કાર્યકરી પ્રમુખ જગમાલભાઇ વાળા, લોહાણા મહાજન માંગરોળ, કેશોદ ઉપરાંત સમસ્ત મુસ્લીમ સેવા સમાજ ના પટેલ અનવરભાઈ, નગરપાલિકાના પ્રમુખ પીયુષભાઇ ફોફંડી સહીતના નગરસેવકો, વાલ્મીકી સહીત દરેક સમાજના પટેલો તેમજ તમામ નાના મોટા સમાજોમાંથી પ્રતિનીધીઓ અને સામાજીક સંસ્થાના પ્રમુખો, હોદેદારો ઉપસ્થિત રહી તમામ લોકોએ આ લડત માં ડો.ચગ ના પરીવારસાથે તન મન ધન સહકાર આપવાની ખાત્રી આપેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application