ચૂંટણી પ્રચારમાં હેલિકોપ્ટર કે પ્લેનનો ઉપયોગ થશે તો ૪.૯૫ લાખ સુધીનો ખર્ચ આકારાશે

  • March 20, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટર કે પ્લેનનો ઉપયોગ કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો કરશે તો તેનો . ૪.૯૫ લાખ સુધીનો ખર્ચ ઉમેદવાર અથવા તો રાજકીય પક્ષના ખાતામાં ઉધારાશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ કરી છે.જિલ્લા કલેકટર અને હોદાની એ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારની ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, સામ્યવાદી પક્ષ (માકર્સવાદી) સહિતના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જુદા– જુદા પ્રકારના ખર્ચ નક્કી કરવા માટે એક બેઠક મળી હતી અને તેમાં સ્ટાર પ્રચારકો જો ચેલેન્જર ગેટ એરક્રાટ નો ઉપયોગ કરે તો પ્રતિ કલાકના . ૪.૯૫ લાખનો ખર્ચ ગણવાનું નક્કી થયું હતું. પાવર ૮૫૦ જેટ એરક્રાટ ના .૩,૯૦,૦૦૦ પ્રીમિયર જેટ એરક્રાટ ના . ૩.૭૫ લાખ બીચક્રાટ સુપર કિંગ બી ૨૦૦ એસી ટિન એન્જિન ક્રાટ ના ૧.૮૫ લાખ નક્કી કરવામાં આવ્યા છે.

હેલિકોપ્ટર બાબતે એવો નિર્ણય લેવાયો છે કે ઓગસ્ટા ૧૩૯ એસી ટીન એન્જિનના ૪.૫ લાખ, બેલ ૪૧૨ એસી ટીન એન્જિન હેલિકોપ્ટરના ચાર લાખ, ઓગષ્ટ્રા ગ્રાન્ડ ૧૦૯ એસી ટીન એન્જિનના . ૩,૦૫,૦૦૦,ઓગષ્ટ્રા પાવર એસી ટીન એન્જિન ના પિયા ૩,૯૮,૦૦૦, બેલ ૪૦૭ એસી ટીન એન્જિનના ૧.૪૫ લાખ, બેલ ૨૦૬ એસી ટીન એન્જિનના ૧.૨૭ લાખ અને સીકોરસ્કાય એસી ટીન એન્જિનના પિયા ૩.૯૮ લાખ નક્કી કરવામાં આવ્યા છે.
હેલિકોપ્ટર અને પ્લેનના એક કલાકના નક્કી કરાયેલા આ દરમાં ટેકસ અને જીએસટી અલગથી લેવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટ અને જીએચએ ચાર્જિસ પણ અલગથી ઉમેરાશે. આ ઉપરાંત ઓપરેટર બદલવાના કિસ્સામાં રેટ ચેન્જ થઈ શકે છે તેવી પણ શરત મૂકવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application