રાજકોટ શહેરમાં પાંચ દિવસથી વરસાદ નથી છતાં ડ્રેનેજની હજારો ફરિયાદો પેન્ડિંગ હોય તેમજ ડ્રેનેજની ફરિયાદો નહીં ઉકેલાવાને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી ગયું હોય શહેરના અનેક વિસ્તારોમાં કોલેરા અને ટાઇફોઇડ ના અનેક કેસ મળ્યા છે ત્યારે જો હવે ૪૮ કલાકમાં ડ્રેનેજની ફરિયાદો નહીં ઉકેલાય તો તંત્રને ઢંઢોળવા રાજકોટ શહેર કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી આવશે તેવું લેખિત અલ્ટીમેટમ કોંગ્રેસ દ્રારા મ્યુનિસિપલ કમિશનરને અપાયું છે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇને ઇનવર્ડ નં.૪૧૫૬, તા.૨–૯–૨૦૨૪થી આવેદનપત્ર પાઠવીને કરેલી આખરી રજુઆતમાં જણાવ્યું છે કે શહેરમાં ચોમેર ઉભરાતી ડ્રેનેજ લાઇનો, પાઇપ ગટર, બોકસ ગટર તેમજ વોંકળાઓ અને નાલાઓની તાત્કાલિક સફાઇ કરવા કોંગ્રેસની માંગણી છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં કોલેરાનો રોગચાળો પ્રવેશી ચુકયો છે ત્યારે ડ્રેનેજની ફરિયાદો તાત્કાલિક ધોરણે નહીં ઉકેલાય તો શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે. શહેરના વોર્ડ ન.ં ૧ થી ૧૮ માં ડેનેજ ઉભરાતી રહે છે. પાંચ દિવસથી ઉઘાડ નીકળ્યા બાદ પણ શહેરના રાજમાર્ગેા પર વરસાદી પાણી અને ખાસ કરીને ડ્રેનેજના પાણી સુકાતા નથી. વોર્ડ ન.ં ૭ માં લોહાનગર, સાંગણવા ચોક સહિતના વિસ્તારોને કોલેરા ઝોન જાહેર કર્યા છે. વોર્ડ ન.ં ૧૨ અને ૧૩ વાવડી અને ખોડીયારનગરમાં પણ અસરો દેખાઈ છે ત્યારે હાલ રાજકોટ શહેરના અનેક વોર્ડમાં ગટરનું ગંધાતુ પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી જતા રોગચાળો બેકાબુ બન્યો છે અને તે રેકર્ડ પર પણ મોજુદ છે.સમગ્ર રાજકોટ શહેરનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે ડેંગ્યુ અને કોલેરાનો ઉપદ્રવ વધવા પામેલ છે છતાં હાલ સુધી રાજકોટ શહેરમાં ડીડીટી– દવા છંટકાવ અને ફોગિંગ થયુ નથી જેના પગલે રોગચાળો વકર્યેા છે. આજે અમાસ હોય શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય ત્યારે તમામ મંદિરોની આસપાસ પણ સતત ભીડ રહેવાની છે. ત્યારે મંદિરોની આજુબાજુમા પણ ગટરના પાણી અને વરસાદી પાણી ઉભરાઈ રહહ્યાં છે જે તાત્કાલીક સફાઈ કરાવી યોગ્ય કરશો તેમ અંતમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech