જ્યારે પણ આપણે ક્યાંક મુસાફરી કરવાનું વિચારીએ છીએ, ત્યારે આપણે સૌથી પહેલું કામ તે જગ્યાએ રહેવાની જગ્યા શોધીએ છીએ. આજકાલ મોટાભાગના લોકો હોટલ અને રૂમ ઓનલાઈન બુક કરાવે છે, જેથી તેમને નવી જગ્યાએ જતી વખતે વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે પરંતુ કેટલીકવાર હોટલ પસંદ કરવામાં કેટલીક ભૂલો થઈ જાય છે જેના કારણે પાછળથી પસ્તાવો કરવો પડે છે, જેમ કે હોટલ પ્રવાસન સ્થળોથી દૂર હોય ત્યારે. આવી સ્થિતિમાં ટેક્સીમાં લાંબા અંતરની મુસાફરી કરવી અને રસ્તા પરનો ટ્રાફિક સફરની મજા બગાડે છે.
આવી સમસ્યાઓથી બચવા માટે આપણે હોટલ અને રૂમનું ઓનલાઈન બુકિંગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સફરનો યોગ્ય રીતે આનંદ લઈ શકો. હોટલ અથવા રૂમ ઓનલાઈન બુક કરતી વખતે આ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
યોગ્ય સાઇટ પસંદ કરો
આજકાલ હોટેલ કે રૂમ બુકિંગ માટે ઘણી ઓનલાઈન સાઈટ મળશે પરંતુ સૌથી પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જે વેબસાઈટ કે એપ દ્વારા હોટલ બુક કરી રહ્યા છો તે ભરોસાપાત્ર છે કે નહી. અજાણી અથવા અવિશ્વસનીય સાઇટ પરથી બુકિંગ કરવાનું ટાળો. મોટા અને લોકપ્રિય બુકિંગ પ્લેટફોર્મ સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. આ સિવાય વેબસાઈટ પર હોટલ અને રૂમ વિશેના રિવ્યુ અને રેટિંગ વાંચીને ઓનલાઈન સાઈટ પર હોટેલની સેવાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય સુવિધાઓ વિશે માહિતી મેળવી શકશો. એ પછી જ યોગ્ય સાઇટ પરથી બજેટ અનુસાર હોટેલ પસંદ કરો.
જગ્યાનું ધ્યાન રાખો
હોટલનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. તેથી ધ્યાનમાં રાખો કે હોટલ પર્યટન સ્થળોથી ખૂબ દૂર ન હોવી જોઈએ, તેના બદલે એવા સ્થાનો પર હોટેલ્સ શોધો જે ખાસ પર્યટન સ્થળોની નજીક હોય. આ સિવાય એ જાણવું પણ જરૂરી છે કે સાર્વજનિક પરિવહન, જેમ કે બસ સ્ટોપ અથવા મેટ્રો સ્ટેશન હોટલથી કેટલું દૂર છે. તેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
સેવાઓ વિશે જાણો
હોટલમાં ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો. કેટલીક હોટલમાં મફત નાસ્તો, પૂલ, ફિટનેસ સેન્ટર, સ્પા અને શટલ સેવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય જગ્યા આ તમામ સુવિધાઓ માટે વધારાનો ચાર્જ વસૂલ કરે છે. તેથી આ બધી બાબતો વિશે અગાઉથી માહિતી મેળવો. એ સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટેલનું સ્થાન અને રૂમ પસંદ કરો.
તુલના કરો
જો પસંદગી મુજબ હોટલ કે રૂમ મળી જાય તો તરત જ બુકિંગ કરાવતા પહેલા તેની અન્ય હોટલ સાથે સરખામણી કરો. બંને હોટલના સ્થાન અને સુવિધાઓની સારી રીતે તુલના કરો અને અનુકૂળતા મુજબ હોટેલ બુક કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech