ગઇકાલે સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો: આખી રાત ઠંડો પવન ફુંકાયો: આજે સવારે પણ ટાઢોડાના વાતાવરણથી લોકો હેરાન-પરેશાન: ઠેર-ઠેર તાપણા શ: હજુ ચાર દિવસ ઠંડીનો વાયરો રહેશે તેવી હવામાન ખાતાની આગાહી
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલ સાંજથી હવામાનમાં ભારે પલ્ટો આવ્યો છે, 35 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાઇ રહ્યો છે, આજે સવારે પણ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે, લઘુતમ તાપમાન 14 ડીગ્રી છે, પરંતુ ભારે પવનને કારણે જનજીવનને માઠી અસર થઇ છે, આગામી ચાર દિવસ સુધી જામનગર સહિત હાલાર ઠંડુગાર બની રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. લોકો ગરમ કપડામાં ઢબુરાયા છે, સવાર-સાંજ મુસાફરોની સંખ્યા ઘટી ગઇ છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 35 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 14 ડીગ્રી, મહત્તમ તાપમાન 24 ડીગ્રી, હવામાં ભેજ 81 ટકા, પવનની ગતિ 30 થી 35 કિ.મી.પ્રતિકલાક રહી હતી. ગામડાઓમાં ખેતીકામ કરતા મજુરો તેમજ પશુ-પક્ષીઓને પણ ઠંડીની ભારે અસર પડી છે. જયાં જુઓ ત્યાં ઠાર હી ઠાર જેવું વાતાવરણ જોવા મળ્યું છે. આ વખતે સતત એક મહીનાથી ઠંડીનો માહોલ જામ્યો છે, એમાંય ખાસ કરીને અઠવાડીયાથી ઠંડીથી લોકો તોબા પોકારી ગયા છે અને હજુ પણ ચારેક દિવસ ઠંડી વધવાની આગાહી હોય લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.
હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે. ભારે ઠંડીને કારણે વ્હેલી સવારના સ્કુલે જતાં બાળકોને સારી એવી મુશ્કેલી પડે છે. જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ રાત્રીના 8 વાગ્યે બજારો સુમસામ થઇ જાય છે અને ગામડામાં પણ ઠેર-ઠેર તાપણા જોવા મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના નૌકાદળની તાકાત વધશે, પીએમ મોદીએ રાષ્ટ્ર્રને ૩ સ્વદેશી યુદ્ધ જહાજ સોંપ્યા
January 15, 2025 03:25 PMઠંડીમાં ઘર વિહોણાઓને રેન બસેરામાં ખસેડવા મ્યુ.કમિશનર સુમેરાની ડ્રાઇવ
January 15, 2025 03:20 PMસોની બજારમાં દુકાન સહિત શહેરમાં મ્યુનિ.બાકીદારોની ૧૨ મિલકતો સીલ
January 15, 2025 03:19 PMમકરસંક્રાતિએ ૧૧૧ વીજ ફીડર ધબાય નમ:
January 15, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech