રાજકોટના વિજયપ્લોટમાં સ્પેરેકસ એકસપોર્ટ પર આઈ.ટી.ના દરોડા

  • March 14, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આજે ગોવાના કનેકશનમાં આવકવેરા વિભાગએ સર્ચ ઓપરેશન હાથ ધયુ છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર્રના ટોચના ગણાતા બિલ્ડર લોબી પરના દરોડા પડા હતા જેને પુરા થયા તેને હજુ એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં ગોવામાં ઝૂરી હોટલ એન્ડ રિસોર્ટ ગ્રુપ ઇન્કમટેકસએ દરોડા ની કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાને આ ગ્રુપ સાથે કલેકશન ધરાવતા રાજકોટમાં સ્પેરેકસ એકસપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે તપાસનો રેલો આવ્યો છે.

જોકે બપોર સુધીમા ઇન્કમટેકસના હાથ પર કઈં ખાસ વ્યવહારો આવ્યા નથી. આ અંગેની મળતી વધુ વિગત અનુસાર ગોવામાં ઝુરી ગ્રુપને ત્યાં સર્ચ શ કરવામાં આવતા તેના અનુસંધાને બેંગ્લોર અને અમદાવાદમાં પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે આ દરમિયાન ગોવામાં કમાણી ગ્રુપ આ હોટેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ છે તો તેના ભાગીદારો અને તેના કનેકશનમાં રાજકોટમાં વિજય પ્લોટ માં આવેલ સ્પેરેકસ એકસપોર્ટ ની ઓફિસ એ જેનું સંચાલન બેંગ્લોરમાં રહેતા દેવેન્દ્ર દવે દ્રારા કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી હતી તેમને ત્યાં આજે ગોવા અને સાથે રાજકોટ ઇન્કમટેકસની ટીમ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વિજય પ્લોટ માં રાજલમી કોમ્પ્લેકસ માં આવેલી આ ઓફિસમાં રાજકોટ ઇન્વેસ્ટિગેશન ની વિંગ તપાસમાં જોડાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટની ઓફિસમાંથી કરચોરીના હિસાબો મળ્યા નથી પરંતુ હજુ તપાસ ચાલી રહી છે. એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે, ગોવાની આ કંપની દેશના અનેક શહેરોમાં ઇવેન્ટ કંપની ચલાવે છે અને આ ઇવેન્ટ કંપની સાથે રાજકોટના દેવેન્દ્ર દવે ની આ કંપનીનું જોડાણ છે.

થોડા સમય પહેલાં રાજકોટમાં લાડાણી અને ઓર્બીટ બિલ્ડર ગ્રુપ પર વ્યાપક પ્રમાણમાં દરોડા પડા હતા અને આ દરોડામાં રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગને ઐતિહાસિક જ સફળતા મળી છે અને કરોડો પિયાની કરચોરી ઝડપાઈ ગઈ હતી તો બીજી તરફ તાજેતરમાં જ લાડાણી ગ્રુપનો કરચોરી માટે રાખેલો ખાસ મ આવકવેરા વિભાગને મળ્યા બાદ રાજકોટ આવકવેરાનું આ સર્ચ ઓપરેશન સમગ્ર દેશભરમાં ચર્ચાસ્પદ બન્યું હતું ત્યારે ફરી એક વખત ગોવા ના કનેકશનમાં આજે સવારથી ચાલી રહેલા સર્ચ ના લીધે વેપારીઓમાં પુછપરછ શરૂ થઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application