ઇસરો દ્રારા સૂર્ય મંડળ વિશે માહિતી આપતો ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે

  • April 12, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇસરો દ્રારા અવકાશવિજ્ઞાનમાં ખાસ ચિ ધરાવતા લોકો માટે આપણા સુર્યમંડળ વિશે માહિતી આપતા એકસપ્લોરેશન ઓફ સોલાર સિસ્ટમ નામના ઓનલાઈન કોર્ષની શઆત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના આયોજન માટે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર કચેરીને મુખ્ય નોડલ સંસ્થા અને આ કચેરી હેઠળ કાર્યરત રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટને પેટા નોડલ સેન્ટર તરીકે નીમવામાં આવેલ છે. આ ઓનલાઈન કોર્ષમાં ભાગ લેવા માટે નિયત લીંક તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. આ કાર્યક્રમ તા. ૨૪ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૧૦ મે, ૨૦૨૪ સુધી યોજાશે. જેનો સમય બપોરે ૩.૦૦ કલાકથી સાંજના ૫.૩૦ કલાકનો રહેશે. આ કોર્ષમાં ઇસરોના વિવિધ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્રારા અંતરીક્ષ અને સુર્યમંડળ વિશે આશરે ૨૦ જેટલા ઓનલાઈન લેકચર દ્રારા માહિતી આપવામાં આવનાર છે. આ કોર્ષમાં ભાગ લેવા ત્રણ કેટેગરી નિયત કરવામાં આવી છે. જેમાં પ્રથમ કેટેગરીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કોર્ષ (ફીઝીકસ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ, મીકેનીકલ, ઓટોમેશન, ઇલેકટ્રોનીકસ એપ્લાઈડ મીકેનીકસ, રેડિયો ફીઝીકસ અને અન્ય સંબંધિત વિષયો વગેરે.) માં માસ્ટર ડીગ્રીમાં અભ્યાસ કરતા તેમજ આ વિષયોના ગ્રેયુએશનમાં છેલ્લા વર્ષના વિધાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કોઈપણ કોલેજ પોતાને ત્યાં ચાલતા આગળ જણાવેલ કોર્ષના વિધાર્થીઓને આ ઓનલાઈન કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

તમામ ઉમેદવારો, શૈક્ષણિક સંસ્થાઓ અને તેના કો–ઓર્ડીનેટર ઇસરો તરફથી પાર્ટીસીપેશન સર્ટીફીકેટ મળશે તેમજ આ કોર્ષની પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિધાર્થીઓને ઇસરો તરફથી મેરીટ સર્ટીફિકેટ પણ મળશે. રજીસ્ટ્રેશનનું વેરીફીકેશન થયા બાદ ઉમેદવારોને તેઓના ઈ–મેઈલ આઈડી ઉપર ઇસરો દ્રારા લોગીન આઈડી અને પાસવર્ડ મોકલી આપવામાં આવશે જેના દ્રારા તેઓએ ઉપર્યુકત ઓનલાઈન કોર્ષમાં જોડાવાનું રહેશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે પણ આ કોર્ષના ઓનલાઈન સેશનની વ્યવસ્થા કરવામાં આવશે જે નિ:શુલ્ક રહેશે. આ કોર્ષમાં રજીસ્ટ્રેશન માટે તેમજ અન્ય જરી માહિતી માટે સંસ્થાના ટેલીફોન ન.ં ૦૨૮૧–૨૯૯૨૦૨૫ અથવા મો. ૯૦૩૩૫ ૮૨૦૦૮ ઉપર સંપર્ક કરી શકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application