દલાલ સ્ટ્રીટ પર વધશે આઈપીઓ ટ્રાફિક, 18 એનએફઓ પણ ખુલ્યા

  • February 10, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે શેરબજારમાં રિકવરી અપેક્ષિત છે. જિયોજીત ફાઇનાન્શિયલના વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા બજેટ અને રેપો રેટમાં કાપ્ને કારણે બજારનું સેન્ટિમેન્ટ ધીમે ધીમે સુધરી રહ્યું છે. દિલ્હી ચૂંટણીમાં ભાજપ્ની જીતથી ટૂંકા ગાળામાં માર્કેટ સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડશે. આ અઠવાડિયે ફુગાવાના આંકડા અને કંપ્નીઓના ત્રિમાસિક પરિણામો બજારનો ટ્રેન્ડ નક્કી કરશે. આઈપીઓ માર્કેટમાં જબરદસ્ત હલચલ જોવા મળશે. આ સપ્તાહે 9 આઈપીઓ લોન્ચ થશે. 18 એનએફઓ પણ આ અઠવાડિયે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા છે.
માસ્ટર ટ્રસ્ટ ગ્રુપ ડાયરેક્ટર પુનિત સિંઘાનિયાએ કહ્યું કે તમામનું ધ્યાન બુધવારે જાન્યુઆરીના અમેરિકાના ફુગાવાના આંકડા પર રહેશે. ભારતના છૂટક ફુગાવાના અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા 12 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે આગળ જતા રોકાણકારો કંપ્નીઓના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો પર પણ નજર રાખશે. આ સપ્તાહે એચએએલ, નાયકા, આરવીએનએલ, વીઆઈ, વરુણ બેવરેજીસ સહિત 108 કંપ્નીઓના પરિણામો આવશે. બ્રિટનના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિના આંકડા ગુરુવારે આવશે. જાન્યુઆરી માટે અમેરિકાના છૂટક વેચાણના આંકડા શુક્રવારે આવશે. રોકાણકારો ડોલર અને ક્રૂડ ઓઈલ સામે રૂપિયાની મૂવમેન્ટ પર પણ નજર રાખશે. એફઆઈઆઈ ભારતીય શેરબજારમાંથી સતત વેચાણ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં એફઆઈઆઈએ 87,374 શેર વેચ્યા હતા અને ફેબ્રુઆરીમાં તેમણે 10,179 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. બજારની હિલચાલ તેમની પ્રવૃત્તિ પર આધારિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application