જામનગરની વધુ એક કંપનીનો આઇપીઓ 379 ગણો છલકાયો

  • October 17, 2023 12:29 PM 

અરવિંદ એન્ડ કાું.ના 14.74 કરોડના ઇસ્યુ સામે 5300.80 કરોડ ની ધનવષર્િ થઇ: ટોપ ટેનમાં કંપનીનો સમાવેશ


જામનગરની પ્રખ્યાત અરવિંદ એન્ડ કુા. શીપીંગ એજન્સી લી.નો  ઈસ્યુ  રૂા. ૧૪.૭૪ કરોડનો હતો જેની સામે કંપનીને ખુબજ અદ્દભુત પ્રતિસાદ મળતા રૂા. ૫૩૦૦.૮૦ કરોડ જેવી માતબર રકમ સાથે ૩૭૯ ગણો સબસ્કાઈબ થયેલ છે.


આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર એસએમઈ કેટેગરીમાં અત્યાર સુધીમાં આવેલા ઇસ્યૂમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 10 અને ગુજરાતમાં બીજા નંબરનો સૌથી વધુ ભરાયેલ ઇસ્યુ બન્યો છે અને જામનગર માટે પણ ગૌરવરૂપ બન્યો છે.


જામનગરની અરવિંદ એન્ડ કુા. શીપીગ એજન્સી લી. જે શીપીંગ તથા હોટલ બીઝનેશ સાથે જોડાયેલ છે. ઉપરોકત કંપની આર્કેડીયા ગ્રુપની એક કંપની છે કે જેના ફાઉન્ડર શ્રી અરવિંદભાઈ કાંતીલાલ શાહ કે જેઓ નામાંકીત બિઝનેશ ગ્રુપના ડાયરેકટર છે.  


અરવિંદ એન્ડ કુા. શીપીંગ એજન્સી લી. કંપનીનાં પ્રમોટર તરીકે શ્રી વિનીત અરવિંદભાઈ શાહ, શ્રીમતી પારુલ અરવિંદ શાહ તથા શ્રી ચિંતન અરવિંદ શાહ કે જેઓ ગ્રુપ કંપનીઓના બિઝનેશ સંભાળે છે અને કંપની દિવસે દિવસે પ્રગતિના શિખર શર કરે છે.


અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીઝ લિ., જામનગર સ્થિત કંપની 1987માં રચાઈ હતી. કંપની મુખ્યત્વે ચાર્ટરિંગ બિઝનેસમાં સંકળાયેલી છે. કંપનીની ચાર્ટરિંગ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે કમર્શિયલ હેતુઓ માટે બાર્જીસ ચાર્ટરિંગ કરવાનો સમાવેશ થાય છે.


તેની વ્યાપક બાર્જ ચાર્ટરિંગ સેવાઓમાં ગ્રાહકોની ચોક્કસ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે તૈયાર વિકલ્પોની શ્રેણીનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં અંતિમ ઉપભોક્તાઓ બાંધકામ કંપનીઓ છે, જેમને મોટે ભાગે ભારે ઉપકરણો, બાંધકામ સામગ્રીઓ અથવા કર્મચારીઓનું પાણીમાં સ્થિત બાંધકામ સાઈટ્સથી આવવાજવા માટે પરિવહન કરવા બાર્જીસની આવશ્યકતા રહે છે. બાર્જીસ બાંધકામ પ્રોજેક્ટોને ટેકો આપવા માટે રેતી, ગ્રેવલ, સિમેન્ટ, સ્ટીલ અથવા મશીનરી જેવી સામગ્રીઓના પરિવહન માટે ઉપયોગ કરાઈ  છે. તેણે હાલમાં જ ગુજરાતના જામનગર આસપાસમાં સ્થિત હોટેલ મિલેનિયમ પ્લાઝા અને હોટેલ 999 સાથે હોસ્પિટાલિટી વેપારમાં પણ પ્રવેશ કર્યો છે.


હાલ, કંપની 5 (પાંચ) બાર્જીસ ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં આર્કેડિયા સુમે બાર્જ, 2022માં કેબી-26 અને કેબી-32 બાર્જ અને 2023માં આર્કેડિયા મિનિકા બાર્જ ખરીદીને બાર્જીસના ચાર્ટરિંગમાં સાહસ ખેડ્યું છે. ઉપરાંત, કંપનીએ ઇસ્યૂની રકમમાંથી આર્કેડિયા પાર્શ્વ અને અનંતા નામે 2 (બે) વધુ બીર્જીસ પ્રાપ્ત કરવાની યોજના બનાવી છે.

કંપની એ રૂ. 14.74 કરોડ ભેગા કરવા શેર દીઠ રૂ. 45 (રૂ. 35ના પ્રીમિયમ સહિત)ની નિશ્ચિત કિંમતે પ્રત્યેક રૂ. 10ના 32,76,000 ઈક્વિટી શેરોની તેની ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) લાવી હતી. ઈશ્યુ 12 ઓક્ટોબર, 2023થી 16 ઓક્ટોબર, 2023 સુધી સબ્સ્ક્રિપ્શન માટે  ખુલ્યો હતો. કંપનીના શેરો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને તેના એસએમઈ ઈમર્જ મંચ પર લિસ્ટેડ થશે.


ઈશ્યુની લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને સ્કાયલાઈન ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રા. લિ. ઈશ્યુની રજિસ્ટ્રાર છે. જ્યારે એડવાઈઝર ટુ ધી ઇસ્યૂ સી.એ. સર્વેશ ગોહિલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application