પંજાબે રોમાંચક મેચમાં ગુજરાતને હરાવ્યું, શશાંકે ફટકારી અડધી સદી

  • April 04, 2024 11:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે શાનદાર જીત હાંસલ કરી છે. ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ સુપર કિંગ્સે ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ માટે શશાંક સિંહે શાનદાર ઇનિંગ રમી અને અણનમ 61 રન બનાવ્યા. 


અગાઉ ગુજરાત ટાઇટન્સે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને શુભમન ગીલના અણનમ 89 રનની મદદથી 199/4નો સ્કોર કર્યો હતો. સાઈ સુદર્શને આ મેચમાં 33 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું.



અંતે પંજાબના શશાંક સિંહ અને આશુતોષ શર્માએ તોફાની ઇનિંગ્સ રમીને મેચને પલટાવી દિધો હતો. પંજાબ તરફથી શશાંક સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 29 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં મહત્વપૂર્ણ 31 રન બનાવ્યા હતા. આ બે સિવાય પ્રભસિમરન સિંહે 35 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ તરફથી બોલિંગ કરતી વખતે નૂર અહેમદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અઝમતુલ્લા ઉમરઝાઈ, ઉમેશ યાદવ, રાશિદ ખાન, મોહિત શર્મા અને દર્શન નલકાંડેએ 1-1 વિકેટ લીધી હતી. આ મેચમાં ગુજરાત માટે બોલિંગ કરનારા તમામ બોલરોને વિકેટ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application