દિલ્હીએ રાહુલને ખરીદ્યો
કેએલ રાહુલ પર પણ જોરદાર બોલી લગાવવામાં આવી હતી પરંતુ સ્ટાર ભારતીય બેટ્સમેનને આખરે દિલ્હી કેપિટલ્સે માત્ર 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ રાહુલને LSGમાં 17 કરોડ રૂપિયા મળતા હતા.
RCBએ લિયામ લિવિંગ્સ્ટનને ખરીદ્યો
ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગ્સ્ટનને નવી ટીમ મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ટીમની પ્રથમ ખરીદી છે.
ગુજરાતે મોહમ્મદ સિરાજને ખરીદ્યો
મોહમ્મદ સિરાજને નવી ટીમ મળી છે અને ગુજરાત ટાઇટન્સે તેને રૂ. 12.25 કરોડની બોલી સાથે ખરીદ્યો છે. આરસીબીએ તેના માટે આરટીએમનો ઉપયોગ કર્યો ન હતો.
યુઝવેન્દ્ર ચહ પર પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયાની બોલી લગાવી
ટીમ ઈન્ડિયાના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી અને અંતે પંજાબ કિંગ્સે તેને સૌથી વધુ 18 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.
ડેવિડ મિલર લખનૌનો ભાગ બન્યો
ડેવિડ મિલરને નવી ટીમ મળી છે અને તેને લખનૌ સુપર જાયન્ટ્સે 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
મોહમ્મદ શમીની હૈદરાબાદમાં એન્ટ્રી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. હૈદરાબાદે શમીને સૌથી વધુ 10 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.
રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો
ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને સૌથી વધુ 27 કરોડ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો હતો. પંતે આ રીતે શ્રેયસ અય્યરનો રેકોર્ડ તોડ્યો હતો, જેને પંજાબે થોડીવાર પહેલા 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અપેક્ષા મુજબ j શ્રેયસ અય્યર પર જોરદાર બોલી લાગી અને તે હરાજીના ઈતિહાસમાં તે સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી અને અંતે પંજાબે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
શ્રેયસ અય્યરે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો, જેને કોલકાતાએ છેલ્લી હરાજીમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ગુજરાતે રબાડાને ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે પહેલો ખેલાડી ખરીદ્યો છે અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાની એન્ટ્રી થઈ છે. ગુજરાતે રૂ. 10.75 કરોડની સૌથી વધુ બોલી લગાવીને રબાડાને ખરીદ્યો હતો.
અર્શદીપ સિંહ ફરી એકવાર પંજાબ કિંગ્સમાં પરત ફર્યો છે. પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદની રૂ. 18 કરોડની બોલી પર આરટીએમનો ઉપયોગ કર્યો અને અર્શદીપને ખરીદ્યો. આ સાથે તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બ
ની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech