આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ મેચનો મુકાબલો યોજાયો હતો. જેમાં હૈદરાબાદની ટીમે અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર ખડકી દિધો હતો. જેનો પીછો કરતા મુંબાઈની ટીમે 246 રન કરી શક્યું હતુ. એટલે કે હૈદરાબાદે મુંબઈને 31 રનથી હરાવી દિધુ છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં IPL ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 54 રનની જરૂર છે. મુંબઈ ઈન્ડિયન્સની પાંચ વિકેટ પડી ગઈ છે. મુંબઈને હાર્દિક પંડ્યાના રૂપમાં પાંચમો ફટકો લાગ્યો છે. મુંબઈને ચોથો ફટકો તિલક વર્માના રૂપમાં લાગ્યો હતો. તિલક 64 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈને ત્રીજો ફટકો નમન ધીરના રૂપમાં લાગ્યો હતો. નમન ધીર 30 રન બનાવીને આઉટ થયો હતો.
મુંબઈને રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડીએ ઝડપી શરૂઆત અપાવી હતી. ઈશાને 13 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી જ્યારે રોહિત શર્મા 12 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 278 રન બનાવવા પડશે.
અગાઉ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની ધમાકેદાર અર્ધસદીના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. હૈદરાબાદે તેના હોમ ગ્રાઉન્ડ પર 3 વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે 18, અભિષેક શર્માએ 16 અને ટ્રેવિસ હેડે 23 બોલમાં અડધી સદી ફટકારી હતી. હૈદરાબાદે 10 ઓવર પછી 148 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં 10 ઓવર પછી કોઈ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો સ્કોર છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત એસટી બસના ભાડામાં 10% નો વધારો, આજ મધ્યરાત્રિથી નવા દરો લાગુ, આટલા લાખ મુસાફરોને પડશે અસર
March 28, 2025 10:57 PMખેડૂતો માટે ખુશખબર: મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી, ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ
March 28, 2025 10:55 PMવિધાનસભામાં મુખ્યમંત્રીના સંબોધનમાં ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર, કોંગ્રેસ પણ દૂર રહી
March 28, 2025 10:53 PMમ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભૂકંપથી તબાહી, 188ના મોત, 800થી વધુ ઘાયલ
March 28, 2025 10:50 PMસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech