IPL 2024: પંજાબે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું

  • March 23, 2024 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2024 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબે ઋષભ પંતનું વાપસી ફિકી કરી દિધી હતી. પંજાબે દિલ્હીને ચાર વિકેટથી હરાવીને જીત સાથે શરૂઆત કરી છે.


પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને તેના નવા હોમ ગ્રાઉન્ડમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલે છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી હતી અને કુલ 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તે છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. હર્ષલની ઓવરમાં અભિષેકે 25 રન બનાવ્યા હતા.


લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબે ઝડપી શરૂઆત કરી હતી. શિખર અને બેયરસ્ટોએ પ્રથમ ઓવરમાં 17 રન બનાવ્યા હતા. શિખર ધવન 22 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટો 9 રન બનાવીને રનઆઉટ થયો હતો. પ્રભાસિમરને 26 રનનું યોગદાન આપ્યું હતું. એક છેડે ઉભેલા સેમ કુરેને 63 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. લિવિંગસ્ટને અણનમ 38 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી. કુલદીપને બે વિકેટ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application