આઈપીએલ 2024 મિનિ ઓક્શન: 333 ખેલાડીઓની લાગશે બોલી

  • December 19, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈપીએલ 2024 માટે મીની ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહેલા આ ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર ફેન્સની નજર છે. આ ઓક્શન દુબઈમાં કોલા કોલા એરેનામાં બપોરે 1:00 વાગ્યાથી શરુ થશે આઈપીએલ 2024 માટે તમામ 10 ટીમોના કુલ 77 ખેલાડીઓ બાકી છે. તમામ ફ્રેન્ચાઈઝી આ જગ્યાઓ માટે ખેલાડીઓ પર બોલી લગાવશે. આ ઓક્શનમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે જયારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. આ ખેલાડીઓ પર શરૂઆતમાં જ બોલી લગાવવામાં આવશે. આજે ઓક્શનમાં 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવનાર છે. જેમાંથી માત્ર 77 ખેલાડીઓને જ ટીમો દ્વારા ખરીદવામાં આવશે.


આઈપીએલ 2024ની મીની બિડમાં ભારત અને વિદેશના ઘણા ક્રિકેટરોના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે. દુબઈમાં યોજાનારી બિડિંગમાં 10 ટીમો રૂ. 262.95 કરોડની રકમ સાથે ભાગ લેશે. આ રકમ સાથે, આ ટીમો બોલી માટે ઉપલબ્ધ 333 ક્રિકેટરોમાંથી 77 ખેલાડીઓ પસંદ કરશે. તમામની નજર ગુજરાત ટાઇટન્સ પર રહેશે. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં ગયેલા હાર્દિક પંડ્યાની જગ્યા ભરવાની છે અને તેની પાસે મહત્તમ રકમ 38.15 કરોડ બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 12 પ્લેયર્સ માટે બોલી લગાવશે તેની પાસે ગુજરાત પછી સૌથી વધુ 32.7 કરોડ રૂપિયા બાકી છે. લખનૌની ટીમ પાસે 10 ટીમોમાં સૌથી ઓછી રકમ 13.2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે તેણે છ ખેલાડીઓ ખરીદવાના બાકી છે.

ગુજરાતની નજર ઓલરાઉન્ડરો પર
ગુજરાત ટાઇટન્સ પાસે રૂ. 38.15 કરોડની બાકી રકમ છે. હાર્દિકની જગ્યા ભરવા માટે ગુજરાત શાર્દુલ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, અઝમતુલ્લા ઓમરઝાઈ જેવા ઓલરાઉન્ડરો પર દાવ લગાવી શકે છે.


લખનૌની નજર કોએત્ઝી અને મદુશંકા પર
લખનઉમાં સૌથી ઓછી રકમ 13.15 કરોડ રૂપિયા છે. તેને ઝડપી બોલરની પણ જરૂર છે. આવી સ્થિતિમાં ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, સ્ટાર્ક, હેઝલવુડ પણ તેના રડારમાં હશે. સાઉથ આફ્રિકાના નાન્દ્રે બર્ગર પર પણ દાવ લગાવી શકાય છે.



આરસીબીને પણ વિદેશી ફાસ્ટ બોલરની જરૂર
આરસીબી પાસે રૂ. 23.25 કરોડનું બેલેન્સ છે. વિદેશી બોલર મેળવવા માટે તેઓએ હર્ષલને રૂ. 10.75 કરોડની કિંમતે છોડાવ્યો છે. મો બાબટ આરસીબીના સીઈઓ છે, તેથી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો સિવાય ઈંગ્લેન્ડના ગુસ એટક્ધિસ અને રીસ ટોપલી પર પણ નજર રહેશે.


દિલ્હીનું ધ્યાન હર્ષલ પર રહેશે
દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 28.95 કરોડ બાકી છે. હર્ષલ પટેલ સિવાય આ ટીમ શાર્દુલ ઠાકુર, જોશ ઈંગ્લિસ, વાનિંદુ હસરંગ અને સ્થાનિક ક્રિકેટર પ્રિયાંશ રાણા પર દાવ લગાવી શકે છે. ઉપરાંત, યુપી ટી-20 લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર સમીર રિઝવી અને સ્વસ્તિક ચિકારા પણ તેની નજરમાં હશે.


ચેન્નાઈની નજર શાર્દુલ પર
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂ. 31.4 કરોડ બાકી છે. બેન સ્ટોક્સની ગેરહાજરીમાં ધોનીની ટીમ શાર્દુલ ઠાકુર પર 10 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અંબાતી રાયડુની જગ્યા ભરવા માટે મનીષ પાંડેને રાખવામાં આવી શકે છે. જોસ હેઝલવુડ પણ તેના રડારમાં હશે. જો કે માર્ચ-એપ્રિલમાં રમશે નહીં.


પંજાબ ઉમેશ પર દાવ લગાવશે
પંજાબ કિંગ્સ પાસે રૂ. 29.10 કરોડ બાકી છે. તેમને ભારતીય ફાસ્ટ બોલરની જરૂર છે. આવી સ્થિતિમાં ઉમેશ યાદવ સિવાય શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, રચિન રવિન્દ્ર તેના રડાર પર હશે.

મુંબઈનો અનકેપ્ડ પર દાવ
મુંબઈ ઈન્ડિયન્સ પાસે રૂ. 17.75 કરોડની બાકી રકમ છે. અનકેપ્ડ ભારતીય ક્રિકેટરો તેની નજરમાં હશે. સ્પ્નિર માનવ સુતાર, દર્શન મિસાલ ઉપરાંત રેલ્વેના વાનિન્દુ હસરંગા અને આશુતોષ શર્મા પર પણ દાવ હશે.


હૈદરાબાદને ફાસ્ટ બોલરની જરૂર
સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ બાકી છે. તેને વિદેશી ફાસ્ટ બોલરની જરૂર છે. આવી સ્થિતિમાં તેઓ સ્ટાર્ક, હેઝલવુડ, કમિન્સ પર બોલી લગાવી શકે છે.


રાજસ્થાનની નજરે યુવા ક્રિકેટર

રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. આ ટીમ ઘરેલું લીગમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ક્રિકેટરો પર પણ દાવ લગાવશે.

કોલકાતાને ફાસ્ટ બોલરની જરૂર
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે રૂ. 32.7 કરોડની બાકી રકમ છે. તેને ઝડપી બોલરોની જરૂર છે. આવી સ્થિતિમાં તેની નજર મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, હર્ષલ પટેલ અને રચિન રવિન્દ્ર પર રહેશે.


મલ્લિકા સાગર આઈપીએલમાં બોલી લગાવનાર પ્રથમ મહિલા
આઈપીએલની હરાજી પ્રથમ વખત વિદેશમાં થશે. મલ્લિકા સાગર આઈપીએલમાં બોલી લગાવનાર પ્રથમ મહિલા બનશે. તે હ્યુ એડમ્સની જગ્યા લેશે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ માટે પણ બોલી લગાવી હતી. બેન સ્ટોક્સ, જો રૂટ, જોફ્રા આર્ચર, કેદાર જાધવ, શાકિબ અલ હસન અને લિટન દાસ જેવા લોકપ્રિય ખેલાડીઓ હરાજીમાં જોવા મળશે નહીં. ઓક્શનની હરાજી કરનાર મહિલાનું નામ મલ્લિકા સાગર છે. જેણે તાજેતરમાં વુમન્સ પ્રીમિયર લીગમાં હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. છેલ્લી 2023ની હરાજીમાં હ્યુજીસ એડવડ્ર્સે હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. મલ્લિકા આ વખતે એડમીડ્સનું સ્થાન લેશે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application