IND vs PAK: પહેલા ભારતીય બેટ્સમેન અને પછી વાદળો વરસ્યા, રિઝર્વ દિવસે રમાશે બાકીની મેચ

  • September 11, 2023 01:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારે જ્યારે ટીમ ઈન્ડિયા કોલંબોના પલ્લેકેલે સ્ટેડિયમમાં 24.1 ઓવરમાં 147 રન પર રમી રહી હતી ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. ઘણી મહેનત બાદ મેદાન સુકાઈ ગયું હતું પરંતુ રાત્રે 8.30 વાગ્યે ફરી વરસાદ શરૂ થયો હતો જેના કારણે દિવસની રમત મોકૂફ રાખવી પડી હતી. હવે બાકીની મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાશે.


એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ પર વરસાદની અસર ચાલુ છે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાયેલી લીગ મેચમાં માત્ર ભારતની પારી જ રમાઈ શકી હતી. ત્યારબાદ ભારતીય ટીમ 48.5માં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની ઈનિંગ બાદ વરસાદ શરૂ થયો અને મેચ રમાઈ શકી નહીં. આ પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ સુપર-4માં માત્ર ભારત-પાકિસ્તાન મેચ માટે રિઝર્વ ડે રાખ્યો હતો, જેના પર ઘણો વિવાદ થયો હતો.


કોલંબોના પલ્લેકેલે સ્ટેડિયમમાં રવિવારે જ્યારે ટીમ ઈન્ડિયા 24.1 ઓવરમાં 147 રન પર રમી રહી હતી ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. ઘણી મહેનત બાદ મેદાન સુકાઈ ગયું હતું, પરંતુ રાત્રે 8.30 વાગ્યે ફરી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે દિવસની રમત મોકૂફ રાખવી પડી હતી. હવે બાકીની મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાશે. મેચ જ્યાં રોકાઈ હતી એટલે કે હવે મેચ જ્યાંથી બાકી છે ત્યાંથી જ ફરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેચ 50-50 ઓવરની હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application