ખંભાળિયામાં આઈ.સી.ડી.એસ. અને પ્રોજેક્ટ તુષ્ટિ મારફત કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો

  • September 23, 2023 11:15 AM 

ખંભાળિયા નજીક આવેલી નયારા એનર્જી કંપની દ્વારા સંચાલિત પ્રોજેક્ટ તુષ્ટિ અને આઈ.સી.ડી.એસ. શાખા તથા આરોગ્ય વિભાગના સંકલનમાં આજરોજ શુક્રવારે ખંભાળિયામાં રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, નયારા એનર્જીમાંથી આવેલા અધિકારીઓ, આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પ્રોજેક્ટ તૃષ્ટિના કર્મચારીઓએ ઉપસ્થિત રહી, આ કાર્યક્રમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


આ આરોગ્ય કેમ્પમાં બાળરોગ નિષ્ણાંત મારફતે 60 કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ તથા પ્રોજેક્ટ તુષ્ટિ દ્વારા દવાઓ અને ન્યુટ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાંથી બાળકોને મળતા બાલશક્તિના પેકેટમાંથી વાનગીઓ તથા મીલેટસમાંથી બનેલી વિવિધ વાનગીનું પ્રદર્શન, વિવિધ રમતો મારફત, નાટક મારફત, વ્યક્તિગત પરામર્શ દ્વારા આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું. જે કુપોષિત બાળક તંદુરસ્ત છે તેવા પરિવારનું આદર્શ પરિવાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application