ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે તે ટૂર્નામેન્ટનું કરી શકે છે આયોજન

  • January 29, 2024 03:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હવે તેઓ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.


પ્રતિબંધ હટાવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર હવે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય અને ICC ઈવેન્ટનું આયોજન કરી શકે છે. મહત્વનું છે કે આઈસીસી દ્વારા લાદવામાં આવેલા  પ્રતિબંધના કારણે તેઓ કોઈ પણ પ્રકારની દ્રિપક્ષીય ઈવેન્ટનું આયોજન કરી શકતુ ન હતું. ICC સસ્પેન્શન બાદથી શ્રીલંકન ક્રિકેટની સ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. કાઉન્સિલ હવે સંતુષ્ટ છે કે તે તેની સદસ્યતાની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતી નથી. 


ICC સસ્પેન્શન બાદથી શ્રીલંકન ક્રિકેટની સ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. કાઉન્સિલ હવે સંતુષ્ટ છે કે તે તેની સદસ્યતાની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતુ નથી. તમને જણાવી દઈએ કે સ્પોર્ટ્સ મિનિસ્ટર હરિન ફર્નાન્ડોએ એક્સ હેન્ડલ પર પોસ્ટ શેર કરીને સસ્પેન્શન હટાવવાની જાણકારી આપી હતી.


ગયા વર્ષે નવેમ્બરમાં લાદવામાં આવ્યો હતો પ્રતિબંધ

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નવેમ્બરમાં જ ICCને સસ્પેન્શન હટાવવાની અપીલ કરી હતી. તે જ મહિનામાં ICC CEO શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને રમત મંત્રીને પણ મળ્યા હતા. આ પછી જ એવી આશા હતી કે શ્રીલંકા બોર્ડ તરફથી સસ્પેન્શન જલ્દીથી હટાવવામાં આવશે અને એવું જ થયું. ICCએ ગયા વર્ષે નવેમ્બરમાં રાજકીય હસ્તક્ષેપનો હવાલો આપીને શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application