હું જ રહીશ વડાપ્રધા: મોદી : આગામી ૫ વર્ષ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રહેશે: ૩૦ વર્ષના અંધકાર પછી અજવાળું: ૨૦૧૪માં આપેલું વચન પુરું કયુ

  • August 16, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન મોદીએ મંગળવારે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ૧૦મી વાર ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે ૨૦૨૪માં આયોજિત ચૂંટણીને લઈને પણ મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપ એક સ્થિર સરકાર છે. જેને જનતાએ ચૂંટી છે અને આગળ આવવામાં મદદ કરી છે. અમે પરિવર્તન લાવ્યા છીએ અને આગળ પણ લાવતા રહીશું. એટલું જ નહીં ભ્રષ્ટ્રાચારના મુદ્દે વિપક્ષને ઘેરીને તેમણે આકરા પ્રહારો કરી દીધા હતા. વડાપ્રધાન મોદીએ પોતાની સ્પિચમાં પરિવારવાદ, તુષ્ટ્રિકરણ સહિતના મુદ્દાઓ વારંવાર ઉઠાવ્યા હતા.


પીએમ મોદીએ કહ્યું, આગલી વખતે ૧૫ ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હત્પં તમારી સામે દેશની ઉપલબ્ધિઓ, તેની સફળતા અને ગૌરવ રજૂ કરીશ. હત્પં તમારી પાસેથી આવું છું, હત્પં તમારામાંથી બહાર આવું છું, હત્પં તમારા માટે જીવું છું. જો હત્પં સ્વપન જોઉં તો પણ તે તમારા માટે આવે છે, ભલે હત્પં પરસેવો પાડું છું, હત્પં તે તમારા માટે કં છું. તમે મને આ જવાબદારી આપી એટલા માટે નહીં, હત્પં આ એટલા માટે કરી રહ્યો છું કારણ કે તમે મારા પરિવાર છો અને હત્પં તમાં કોઈ દુ:ખ જોઈ શકતો નથી.
પ્રથમ કાર્યકાળનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૪માં મેં વચન આપ્યું હતું કે હત્પં પરિવર્તન લાવીશ અને ૧૪૦ કરોડ મારા પરિવારના સભ્યો, તમે મારા પર વિશ્વાસ કર્યેા અને મેં તે વિશ્વાસને પૂરો કરવાનો પ્રયાસ કર્યેા. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ દ્રારા મેં પરિવર્તનના વચનને વિશ્વાસમાં ફેરવ્યું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આવનારા ૫ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. આગામી ૫ વર્ષ ૨૦૪૭નું સ્વપન સાકાર કરવા માટે સૌથી મોટી સોનેરી ક્ષણ છે. આગલી વખતે ૧૫ ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હત્પં દેશની ઉપલબ્ધિઓ, તમારી ક્ષમતાઓ, તમારો સંકલ્પ, તેમાં થયેલી પ્રગતિ, તેની સફળતા, તેની કીર્તિ, વધુ આત્મવિશ્વાસ સાથે રજૂ કરીશ.
નોંધનીય છે કે વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દેશમાં ૩૦ વર્ષના અંધકાર પછી અજવાળું છવાઈ ગયું છે. લોકોને સ્થિર સરકાર જોઈતી હતી એટલે જ ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપ સરકારને તક આપી હતી. અત્યારે અમે એકસાથે આવીને સુધારાની નિતી અપવાની લીધી હતી. વળી ફેરફારની સાથે લોકોને વધુને વધુ પ્રગતિ થાય દેશનો વિકાસ થાય એની રાહ પર અત્યારે પણ ચાલી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ ત્યારપછી કહ્યું કે આગામી ૫ વર્ષ ઘણા મહત્ત્વપૂર્ણ છે. દેશમાં અત્યારે વિકાસનું મોજુ ફરિવળ્યું છે. ત્યારે હત્પં સતત જનતાના સપના જોતો હોઉં છું. હત્પં કયારેય તેમના આ સપનાઓને તૂટવા નહીં દઉં. ભારતને હત્પં આગમી ૫ વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનતો પણ જોઈ રહ્યો છું. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં ૨૦૧૪માં વચન આપ્યું હતું એ પૂ પણ કરી દીધું છે. આ સમયગાળા દરમિયાન ભારત દેશ વિશ્વની અર્થવ્યવસ્થામાં ૧૦મા નંબર પર હતો અત્યારે ૫મા નંબર પર આવી ગયો છે. અમે ગરીબ કલ્યાણ માટે વધુમાં વધુ પિયા ખર્ચ કર્યા છે. એટલું જ નહીં લયોને પ્રા કરવા માટે પણ સતત કાર્યરત રહ્યા છીએ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application