હું પ્રેમ માટે અંત સુધી લડીશ... : અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરાનું નિવેદન

  • June 28, 2024 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે. કારણકે અભિનેત્રી અર્જુનના જન્મદિવસની પાર્ટીમાં દેખાઈ નહોતી. પાર્ટીમાં અર્જુનના તમામ નજીકના સંબંધીઓ હાજર હતા પરંતુ મલાઈકા જોવા મળી ન હતી. આ પછી મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી.


મલાઈકાએ પ્રેમ અને સંબંધો વિશે એવી વાતો કહી કે લોકો તેને અર્જુન કપૂર સાથે જોડી રહ્યા છે. મલાઈકાએ સંબંધો અને પ્રેમ વિશે કહ્યું- 'હું દિલથી ખૂબ રોમેન્ટિક છું. હું પ્રેમ માટે લડીશ. હું પ્રેમ માટે અંત સુધી લડીશ. હું એકદમ વાસ્તવિક છું. મને મારી મર્યાદાની ખબર છે.


તેણે ટ્રોલિંગ પર કહ્યું- હું ખૂબ રડી


મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ઘણી ટ્રોલ થઈ હતી. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તે ટ્રોલિંગનો સામનો કેવી રીતે કરે છે. તો તેણે કહ્યું કે પહેલાં તે મને ઘણી અસર કરતી હતી. ઘણી વખત તો મને રાત્રે ઊંઘ પણ ન આવતી. જો હું કહું કે ટ્રોલિંગની મારા પર બિલકુલ અસર નથી થઈ તો તે તદ્દન ખોટું હશે. હું પણ માણસ છું. આ કારણે હું ઘણી વખત રડી હતી અને બ્રેક ડાઉન થઇ હતી. પણ હા જાહેરમાં આવું ક્યારેય કર્યું નથી.


2018થી અર્જુનને ડેટ કરી રહ્યો હતો


મલાઈકા અને અર્જુન કપૂર 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓએ વર્ષ 2019 માં તેમના સંબંધોને સત્તાવાર જાહેર પણ કર્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને એક સાથે જોવા મળ્યા નથી અને ન તો મલાઈકાએ અર્જુન વિશે કોઈ પોસ્ટ કરી હતી. જે બાદ સતત તેમના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application