પીઢ બોલિવૂડ અભિનેત્રીએ પોતાની બાયોગ્રાફીમાં બેબાક સ્વીકાર્યું કે હું ક્યારેય પ્રેગનન્ટ નથી થઈ
ઉમરવજાન માં યાદગાર અભિનય કરી પોતાની કારકિર્દીને નવા જ વળાંક પર લઈ જનારી પીઢ બોલિવૂડ અભિનેત્રી રેખાએ પોતાની બાયોગ્રાફીમાં બેબાક સ્વીકાર્યું કે હું ક્યારેય પ્રેગનન્ટ નથી થઈ, હું બદનામ છું, સેક્સ મેનીયાકની મારી ઈમેજ છે એ પણ સત્ય છે.
રેખા અને અમિતાભની લવસ્ટોરી સિનેજગતની સૌથી ચર્ચિત પ્રેમકહાની કહેવાય છે. રેખાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે- હું એક બદનામ અભિનેત્રી છું, મારી સેક્સ મેનિયાકની ઈમેજ છે, પણ હું ક્યારેય પ્રેગનન્ટ નથી થઈ.
પીઢ બોલિવૂડ અભિનેત્રી રેખાને એમ જ આઇકોનિક કહેવામાં આવતી નથી. તેની પાછળ ઘણા કારણો છે. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને ગીતો આપ્યા છે એટલું જ નહીં, તેની ઑફ-સ્ક્રીન સ્ટાઈલ પણ અનોખી રહી છે. તે દરેક વખતે પોતાના લુકથી દરેકનું દિલ જીતી લે છે. કોઈપણ ઈવેન્ટને હિટ બનાવવા માટે રેખાની માત્ર હાજરી પુરતી છે. આ બધાની સાથે રેખા તેની બેબાક ઓપિનીયન માટે પણ જાણીતી છે. તે હંમેશા પોતાનો અભિપ્રાય પ્રામાણિકપણે આપે છે. રેખાનું દર્દ તેમના જીવનચરિત્રમાં પ્રતિબિંબિત થયું હતું. તેમણે પોતાને 'બદનામ' ગણાવ્યા હતા.
રેખાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાના અફેર વિશે વાત કરી છે. રેખાની બાયોગ્રાફી રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી યાસિર ઉસ્માને લખી છે. આ પુસ્તકમાં રેખાના ઘણા રહસ્યો સામે આવ્યા છે, જેના વિશે ઘણા લોકો નથી જાણતા.
રેખાએ પુસ્તકમાં કહ્યું હતું કે, આ માત્ર એક સંયોગ છે કે હું હજુ સુધી ગર્ભવતી નથી થઈ. હું માત્ર એક અભિનેત્રી નથી પરંતુ હું એક બદનામ અભિનેત્રી છું. જેનો ભૂતકાળ ખૂબ જ ખરાબ છે અને સેક્સ મેનીયાકની ઈમેજ ધરાવે છે.
ઘણા કલાકારો સાથે નામ જોડાયું
તમને જણાવી દઈએ કે રેખાનું નામ તેમના ઘણા કો-સ્ટાર્સ સાથે જોડાયું હતું. તેમનું નામ વિનોદ મહેરા, જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે જોડાયું હતું. તેમનું લગ્નજીવન પણ સારું નહોતું ચાલ્યું. રેખાએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. મુકેશ સાથે લગ્ન કર્યા પછી રેખાને તેના ઘણા જૂઠ્ઠાણા વિશે ખબર પડી. બંને વચ્ચે હંમેશા ઝઘડો થતો હતો. ઝઘડાથી કંટાળીને રેખા અને મુકેશે અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેના 6 મહિનામાં જ છૂટાછેડા થઈ ગયા. મુકેશ રેખાથી અલગ થવાનો આઘાત સહન ન કરી શક્યો અને રેખાના દુપટ્ટા સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech