રાજકોટ-10 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના આજે ઉમેદવારી નામાંકન પૂર્વે બહુમાળી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા જન સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કયર્િ બાદ સભાને સંબોધતા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં શાષકોનો અહંકાર સાતમા આસમાને છે. આ અહંકારને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું, રંગીલા રાજકોટના લોકોમાં ફરી આશા-અપેક્ષાના ઓજસ પથરાય, ભાજપ્ની વિકાસની પરિભાષા બદલવા, બંધારણને બચાવવા માટે રાજકોટના પાદરમાં હું આવ્યું છું. હું આભાર માનું છું રાજકોના લોકોનો, કોંગ્રેસના આગેવાનોંનો કે, અમરેલી સુતેલા આ કાર્યકરને જગાડી આંગળી પકડી રાજકોટના રણમેદાનમાં લડવા માટે લઈ આવ્યા છોવ, આકરા તાપમાં ધાનાણીએ ભાજપ ઉપર ધગધગતા શબ્દોના તિર છોડતા કહ્યું હતું કે, દેશની માતા-બેહનો અને દીકરીઓના દામનને દાગ કોઈ લગાડે ત્યારે કૃષ્ણનો સાર અને રામ મયર્દિાને ધ્યાનમાં રાખી આ દાગને ભૂંસવા માટે અને અસુરોને હણવા માટે હું રાજકોટના પાદરમાં આવ્યો છું, આજથી 22 વર્ષ પહેલા અમરેલીના દૂધ પિતા છોકરાને વિધાનસભામાં મોકલ્યો હતો આજે એજ છોકરો હવે છાસ પણ ફૂંકી ફૂંકીને પિતા શીખી ગયો છે અને રાજકોટનું પાદર આ છોકરાને સંસદમાં મોકલશે એનો મને પૂરો ભરોસો છે. પરેશભાઈ ધાનાણીએ ઉનાળાના તાપમાં લાંબો સમય સુધી બેઠેલા કાર્યકરો, લોકોનો અંતમાં આભાર માન્યો હતો. શાબ્દિક સ્વાગત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણીએ કર્યું હતું, આભાર વિધિ કાર્યકરી પ્રમુખ સંજય અજુડીયાએ કરી હતી. સભાનું સંચાલન પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યું હતું.
કોંગ્રેસની આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સિદ્ધાર્થભાઇ પટેલ, આપ્ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો વિમલ ચુડાસમા, હેમતભાઈ ખવા, જીગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા, પ્રતાપ દુધાત, જાવેદભાઈ પીરઝાદા, ભીખાભાઇ જોશી, પ્રવીણભાઈ રાઠોડ, વંશ, કનુભાઈ બારૈય,યુવા નેતા યુવરાજસિંહ, પ્રદેશ કોંગ્રેસ-આપ્ના અગ્રણીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, હોદેદારો સ્થાનિક કોંગ્રેસના નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, ગોપાલભાઈ અનડકટ, સૌરાષ્ટ્ર કોંગ્રસના પ્રવક્તા ડો.નિદત બારોટ, , એનએસયુઆઈના રોહિત રાજપૂત, કોર્પોરેટર મકબુલ દાઉદાણી, પ્રદેશ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, આપ્ના દિનેશ જોશી સહિતના હોદેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ-આપ્ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ક્ષત્રિય સમાજની પાંખી હાજરી
ભાજપ્ના ઉમેદવાર પરસોતમ રૂપાલાના મુદ્દે આગબબુલા થયેલો ક્ષત્રિય સમાજ જાહેરમાં ભાજપ સામે આવ્યા બાદ કોંગ્રેસના સમર્થનમા ખુલીને આવે છે કે કેમ એ જોવા માટે આજે કોંગ્રેસની સભામાં સૌ કોઈની નજર હતી પરંતુ ક્ષત્રિય સમાજના મહિલાઓ સહીત ગણ્યા લોકોજ કોંગ્રેસની આજની સભામાં જોવા મળતા કદાચ ભાજપ માટે હાંશકારો સાબિત થયો હશે.
માફી જાહેરમાં નહીં સમાજના ઘરે જઈને માગવી જોઈએ: શક્તિસિંહ
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને સ્પષ્ટ વક્તા શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ કે ભાજપ્ની લડાઈ નથી આ લડાઈ સત્તાના મદમાં અહંકાર કરનાર સામેની લડાઈ છે. અહંકારતો સોનાની નગરી હતી એનો પણ નહતો રહ્યો તો તમારો તો શું રહેવાનો કહી મહાભારતમાં કહેલું દ્રોણાચાર્યનું ઉદાહરણ તાકતા કહ્યું હતું કે, તમારી પાસે સત્તા, સંપત્તિ ગમે એટલી હોઈ પણ સત્તાએ અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ સત્તાના મદમાં અનેક શાસનો ધ્વસ્ત થતાં જોયા છે. શક્તિસિંહએ રૂપાલાનું નામ લીધા વગર કહ્યું હતું કે, તમે દલિત સમાજના અવસાન પ્રસંગમાં જાવ અને ત્યાં જઈ ભાષણ કરો અને ત્યાં તમે મહારાજાઓએ રોટી-બેટીનો વ્યવહાર કર્યો એવા ઉદાહરણ આપો અને બીજી જગ્યાએ એવું કયો છો કે નકામો કાર્યક્રમ હતો અને એમાં જવાનું થયું ત્યાં બોલાઈ ગયું. આ તમે માત્ર ક્ષત્રિય જ નહીં દલિત સમાજનું પણ અપમાન કર્યું છે. તમે માફી એટલા માટે માંગો છો તમારા પક્ષને નુકસાન ન જાય, માફી માગવી જ હોઈ તો જાહેરમાં નહીં સમાજના ઘરે જઈને માગવી જોઈએ, આ તમારો અહંકાર છે, વધુમાં ઉમેર્યું હતું કે, રામના નામે મત લેવા નીકળ છો પહેલા રામના આદર્શોનું પાલન તો કરો, ભાજપ માટે સત્તા એજ મુખ્ય લક્ષય છે. ભાજપ માટે આનો પણ ભલે મરે, ઓનો પણ ભલે મરે પણ અમારું મતનું તરભાણું ભરે એવી કૂટનીતિ સાથે રાજકીય રોટલા શેકી સત્તા હાંશિલ કરવામાં સફળ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech