ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે તોફાની બેટિંગ સાથે લખનૌ સુપરજાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં સનરાઇઝર્સની ટીમે 166 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો અને તેને માત્ર 9.4 ઓવરમાં હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.
ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની તોફાની બેટિંગના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે ઘરઆંગણે લખનૌને 10 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલની આ સિઝનમાં સનરાઈઝર્સ પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સની ટીમ કોઈક રીતે 165 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. જેના જવાબમાં સનરાઇઝર્સે 9.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ માટે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પહેલી જ ઓવરથી લખનૌના બોલરોની ખબર લેવાની શરૂ કર્યું. આ દરમિયાન ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ટ્રેવિસ હેડ 30 બોલમાં 89 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં તેણે 8 સિક્સર અને એટલી જ ચોગ્ગા ફટકાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech