આફ્રિકાના કોંગો સ્થિત પતિએ મેસેજ લખી તલ્લાક આપી દીધા

  • January 10, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ રાજકોટમાં સોની બજાર વિસ્તારમાં શેરીમાં માવતરના ઘરે રહેતી રેશમાબેન પટેલ (ઉ.વ ૩૮) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આફ્રિકાના કોંગો કોલવેજીમાં રહેતા પતિ શબ્બીર હાનભાઈ પટેલ નું નામ આપ્યું છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે એમએ અને પીજીડીસીએ સુધીનો અભ્યાસ કર્યેા છે તેના લ વર્ષ ૨૦૨૧ માં રાણાવાવના શબ્બીર સાથે થયા હતા. સંતાનમાં એક પુત્ર છે લ બાદ પતિ અને સાસરીયાઓ નાની નાની વાતમાં ઝઘડાઓ કરતા હતા અને પતિ ખોટી શંકા કુશંકા કરી મારકૂટ કરતો હતો પોતે સગર્ભા હોવાની વાત પતિને કરતા પતિએ મારે બાળક જોઈતું નથી હત્પં તારા માટે ગર્ભપાતની દવા લઈ આવવું તેમ કહેતા તેને ઇનકાર કરતા મારકૂટ કરી હતી
સાસુ અને નણદં અવારનવાર કામ બાબતે ઠપકો આપી તને કઈં આવડતું નથી કહી મેણા ટોણા મારી પતિની ચડામણી કરતા હતા. જેઠ લતીફ પણ બોલાચાલી કરી ઝઘડો કરતો હતો પતિ અને સાસરીયાઓ ત્રાસ આપી તેને ઘરમાંથી કાઢી મુકતા જે અંગે તેણે મહિલા પોલીસમાં અરજી કરી હતી જેમાં સમાધાન થઈ ગયું હતું. તારીખ ૨૩૨૨૦૨૨ ના તે રાણાવાવ હતી ત્યારે પતિને ગિટ માં પેન્ડલ આપ્યું હતું તે પતિને પસદં ન હોવાથી સાસુને આપી દીધું હતું જેથી આ બાબતે પરિણીતાએ કહ્યું હતું કે હત્પં રાજકોટ જઈશ ત્યારે બદલાવી આપીશ તેમ કહેતા પતિએ મારકૂટ કરી ગળું દબાવી ગાળો આપી હતી જેથી તેણે રાણાવાવ પોલીસ મથકમાં અરજી કરી હતી અને તેનો ભાઈ તેને રાજકોટ તેડી ગયા બાદ સાસરીયા વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ કર્યા બાદ ગઈ તા. ૨૪૨૨૦૨૩ ના પતિ તેને પિયર તેડી ગયો હતો પતિ આફ્રિકામાં નોકરીમાં જવાનું હોવાથી તે ગઇ તારીખ ૧૫૫૨૦૨૩ ના પતિને મુંબઈ એરપોર્ટ મૂકવા ગઇ હતી. ત્યારે પતિએ ત્રણેક મહિના બાદ તને આફ્રિકા બોલાવી લઈશ ત્યાં સુધી તું માવતરના ઘરે જતી રહે એમ કહેતા તે માવતરના ઘરે આવી ગઈ હતી. આ દરમિયાન પતિ ફોનમાં વાતચીત કરતો હતો.
ગત તારીખ ૮૧૦૨૦૨૩ ના પતિએ ફોન કરતા તે ફોન ઉપાડો ન હતો આથી પતિએ તેના વોટસએપ પર મેસેજ કરી તું ફોન ઉપાડ કહેતા પરિણીતાએ કહ્યું હતું કે, છોકરાઓ રડે છે હત્પં ફોન નહીં ઉપાડો જે કામ હોય તે મેસેજમાં કહો. જેથી પતિએ મારે તારી જર નથી હત્પં તને તલાક આપું છું એમ કહી વોટસએપમાં મેસેજ કરી ત્રણ વાર તલ્લાક – તલ્લાક કહીને તલ્લાક આપી દીધા હતા. બાદમાં તેણે પતિને બ્લોક કરી નાખતા તેણે બીજા નંબરથી વોટસએપ કરી હત્પં તલાક આપું છું કહી સોમવારના તને ડિવોર્સ પેપર્સ મોકલીશ મારે તારી જર નથી આજ પછી મને ફોન કે મેસેજ ન કરતી તેમ કહ્યું હતું અને તેના ભાઈ એઝાઝ સાથે વાત કરી મેં રેશમાને તલાક આપી દીધા છે હત્પં ડિવોર્સ પેપર મોકલીશ એમ કહ્યું હતું. જેથી પરિણીતાએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ વિદ્ધ મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઈટ ઓફ મેરેજ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News