સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેકસ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી કાઢા બાદ કરાયેલી પૂછપરછમાં યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસમાં યોતિ અસલમાં મોનીરાખાતુન હોવાનું સામે આવ્યું છેજેની ધરપકડ પોલીસે કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાપરાભાઠામાં રહેતા યાદવ પરિવારની ૧૪ વર્ષની દીકરી ગત ૧૧મી માર્ચના રોજ લાપતાં થઈ ગઈ હતી. માતાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કિશોરીને એક મહિલા બ્યૂટી પાર્લરમાં કામ કરવા ગયા બાદ કિશોરી પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો.લાપતા કિશોરીના મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતાં કિશોરી અને તેને લઇ જનારને શોધી કાઢવામાં આવી હતી. પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. કિશોરી ને લઇ જનાર યોતિ વાસ્તવમાં મોનીરાખાતુન હોવાનો પર્દાફાશ થયો હતો. ૨૬ વર્ષીય મોનીરાખાતુન પશ્ચિમ બંગાળના સંગ્રામપુરની વતની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે રહે છે. યોતિ તરીકે ઓળખ આપનારી મોનીરાખાતુન કિશોરીને બ્યૂટી પાર્લરમાં કામ અપાવવાનું કહી લઇ ગઇ હતી. પોતાના ઘરે લઇ ગયા બાદ તે કિશોરીને બ્યુટીપાર્લરનું કામ શીખવાડવાના બદલે ટૂંકા કપડા પહેરાવી અર્ધન અવસ્થામાં ડાન્સ કરાવી તેનો વીડિયો બનાવતી હતી. અહીં મોનીરાખાતુન સાથેની અન્ય એક મહિલાના પતિએ ૧૪ વર્ષની કિશોરી ઉપર બળાત્કાર પણ ગુજાર્યેા હતો. બાળકીને ડરાવી ધમકાવી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન લઇ જવાઇ હતી યાં એક હોટેલમાં રાખી કિશોરી પાસે બળજબરીથી વેશ્યાવૃત્તિ તરફ ધકેલી હતી. બાળકીના ડાન્સનો વીડિયો ગ્રાહકોને બતાવી દેહના સોદા કરાતાં હતાં. પાંચ–છ દિવસમાં તેણીને પંદરથી વધુ હવસખોરોની હવસ સંતોષવા ફરજ પડાઇ હતી.
કિશોરી આ કેફિયત બાદ પોલીસે અપહરણના કેસમાં પોકસો અને બળજબરીથી દેહવિક્રય કરવાની કલમનો ઉમેરો કરી મોનીરાખાતુન સાકીલ હલદર, રિયા ઉર્ફે મોહિમા, કિશોરી પર બળાત્કાર ગુજારનાર મોહિમાના પતિ સૈદુલ તથા રાજસ્થાનમાં દેહના સોદા કરનાર ત્રણ મળી કુલ છની ધરપકડ કરી હતી. આ તમામના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તેને ૨૫થી ૩૦ હજાર કમાણી થશે એમ કહી યોતિએ રેલવે સ્ટેશન બોલાવી હતી. સ્ટેશનથી તેણીને પાંડેસરા લઇ જવાઇ હતી. યાં તેણીને રીયાના ટૂંકા કપડાં પહેરાવી ડાન્સ કરાવાયો હતો. યોત્સનાએ જણાવેલી હકીકતના આધારે મોનીરાખાતુનની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બહાર આવેલી માહિતીના આધારે કિશોરીના દેહના સોદા કરનારા હોટેલ સંચાલક સમીર સલીમ કુરેશી, રાહત્પલ રામસ્વરૂપ ટેલર, આરીફખાન સાદીકખાન ખાનની ધરપકડ કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech