હાલારની ૬ નગરપાલિકામાં આજે ફોર્મ ભરવા ભારે ધસારો: ભાજપની યાદી જાહેર

  • February 01, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષોના ઉમેદવારોનો ઘસારો થયો છે, દરમ્યાનમાં ભાજપ દ્વારા ગઇ મોડી સાંજે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી હતી, એક નગરપાલિકાના ઉમેદવારની યાદીમાં વિલંબ થયો છે, તા.૪ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચાઇ ગયા બાદ ચીત્ર સ્પષ્ટ થશે કે કયાં શું સ્થિતિ સર્જાઇ છે.

હાલારના બંને જિલ્લા પૈકી જામનગર જિલ્લાની જામજોધપુર, કાલાવડ, ધ્રોલ નગરપાલીકાની ચૂંટણી માટે ગઇકાલથી ફોર્મ ભરવા માટેનો સીલસીલો શરૂ થયો હતો, મોડી સાંજે ભાજપના ઉમેદવારોની યાદી આવી ગયા બાદ આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવા ઘસારો થયો છે. 

એ જ રીતે દેવભુમિની દ્વારકા, ભાણવડ, સલાયા નગરપાલીકામાં પણ ફોર્મ ભરવા માટે પડાપડી થઇ રહી છે, જો કે આ જિલ્લામાં ભાજપ દ્વારા દ્વારકા અને ભાણવડના ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે, પરંતુ સલાયાની યાદી જાહેર કરવામાં વિલંધ થયો હોવાથી એવું લાગે છે કે, આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે છેલ્લી મીનીટો સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા કદાચ ચાલી શકે છે. 

ભાજપમાં પોણા છસ્સોથી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હતી, એટલા માટે પસંદગીની પ્રક્રિયા થોડી મુશ્કેલ હતી, ભાજપે ફોર્મ ભરવાનો આદેશ આપી દીધા બાદ ગઇ મોડી સાંજે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં, ગઇ નગરપાલીકામાં ભાજપ દ્વારા કોને તક આપવામાં આવી છે એ તમામના નામ નીચે આપવામાં આવ્યા છે. 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને હવે ભાજપની યાદી જાહેર થઇ ગયા બાદ અને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી ચૂંટણીની ગાડી ટોપ ગીયરમાં આવશે, ગ્રામ્ય અને તાલુકા કક્ષાના રાજકારણ માટે મહત્વની માનવામાં આવતી આ ચૂંટણીના પરીણામ રાજકીય પક્ષોના ભાવી માટે અસરકર્તા બની રહે તેમ હોવાથી ત્રણેય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પુરી તાકાત લગાડવામાં આવશે. 

ધ્રોલ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર
વોડ નં. ૧ માં મંજુબેન કારાભાઇ વ‚, બાલુબેન રવિકુમાર વાઘેલા, વિજયભાઇ ટપુભાઇ વાઘેલા, જીતેશ રમેશભાઇ રાઠોડ, વોર્ડ નં. ર માં મંગુબેન નરશીભાઇ ચાવડા,  જયશ્રીબેન મનસુખભાઇ પરમાર, સિંધાભાઇ વિરમભાઇ વ‚, રણછોડ પોપટ પરમાર, વોર્ડ નં. ૩ માં ફરીદાબેન મુસ્તાક તાયાણી, ગાયત્રીબા દિનેશસિંહ ગોહિલ, મહેશભાઇ દામજીભાઇ પરમાર, સમીરભાઇ ઉષાકાંત શુકલ, વોર્ડ નં. ૪ માં નીતાબેન સીધાભાઇ વ‚, ખેરાજબાનુ આઝાદભાઇ સોલંકી, સુરેશજતી રેવાજતી ગોસાઇ, મ.સલીમ મહમદયુસુમ હાસમાણી, વોર્ડ નં. પ માં રેખાબેન જીતેન્દ્રભાઇ શ્રીમાળી, શહેનાઝ રફીક ડોસાણી, શબ્બીર મામદભાઇ ચાવડા, ઇરફાન કાદર ટકી, વોર્ડ નં. ૬ માં ભારતીબેન જયસુખભાઇ ગડારા, રંજનબેન ગોવિંદભાઇ દલસાણીયા, તુષારભાઇ કાંતિભાઇ ભાલોડીયા, ચંદ્રેશ નાનજીભાઇ ભંડેરી, વોર્ડ નં.૭ માં ઇલાબેન લખમણભાઇ બાંભવા, શાંતુબા સહદેવસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ વાસ્તાભાઇ નકુમ, વલ્લભભાઇ મોહનભાઇ પરમારના નામ જાહેર થયા છે.

જામજોધપુર નગરપાલિકાના ભાજપના ઉમેદવાર
વોર્ડ નં. ૧ માં કંચનબેન રમેશગીરી ગોસ્વામી, હિરવાબેન સુભાષભાઇ કવૈયા, ભારાભાઇ ધનાભાઇ મુન, કેતનકુમાર બાબુલાલ કડીવાલા, વોર્ડ નં. ર માં પુષ્પાબેન હરેશભાઇ રબડીયા, નયનાબેન ભાવિનભાઇ ખાંટ, ડાડાભાઇ સુરાભાઇ ધારાણી, દિલીપભાઇ રમણીકભાઇ જાવીયા, વોર્ડ નં. ૩ માં મીતલબેન હીરલભાઇ ખાંટ, તારાબેન જયસુખભાઇ વડાલીયા, નીતેશભાઇ હરીભાઇ સીલુ, રવિકુમાર જાવીયા, વોર્ડ નં. ૪ માં અલ્પાબેન રાબડીયા, કીનાબેન વાછાણી, રાજેશભાઇ શાપરીયા, વોર્ડ નં. પ માં ખુશાલીબેન ચૌહાણ, નયનાબેન દેલવાડીયા, કૃણાલકુમાર કાંજીયા, રાજેશ કાલરીયા, વોર્ડ નં. ૬ માં મીતાબેન ચૌહાણ, સ્મિતાબેન મહેતા, મુકેશકુમાર કડીવાલ, મનીષ વાછાણી, વોર્ડ નં. ૭ માં આરતીબેન સોલંકી, જયંતિભાઇ મકવાણા, ચંદુભાઇ પરમારના નામ જાહેર થયા છે.

કાલાવડ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર
વોર્ડ નં. ૧ માં નંદાબેન સોંદરવા, મંજુલાબેન લીંબાણી, અશ્ર્વિનભાઇ ઝીંઝુવાડીયા, જગમલભાઇ માલાણી, વોર્ડ નં. ર માં સુજાતાબેન સીંગલ, ખમાબા જાડેજા, કાવ્યા મહેતા, ડો. જય મહેતા, વોર્ડ નં. ૩ દયાબેન ઝાપડા, લક્ષ્મીબેન ફળદુ, અમીન સ્વરા, હીતેશ તાળા, વોર્ડ નં. ૪ માં મણીબેન મકવાણા, રંજનબેન રાખોલીયા, ફીરોજ એરંજા, બાદલ મહેતા, વોર્ડ નં. પ માં નઝમાબેન સમા, ‚કસારબાનુ કાદરી, અયાઝ વંથરા, સદામ બારાડી, વોર્ડ નં. ૬ માં મીનાબેન ખંભાયતા, રાધાબેન ઘાડીયા, સુરેશ સોલંકી, જયેશ વિરાણી, વોર્ડ નં. ૭ બાલુબેન મકવાણા, મંજુલાબેન કપુરીયા, જીતેન્દ્ર બગડા, રમેશભાઇ દોંગા તથા કાલાવડ પેટા ચૂંટણીમાં ૮ જોડિયાની બેઠક ઉપર અકબર નુત્યાર, ૧૪ જામવંથલી જામનગર તાલુકો ભરતસિંહ જાડેજાના નામ જાહેર થયા છે.

દ્વારકા નગરપાલીકાના ભાજપના ઉમેદવાર
વોર્ડ નં.૧માં સામાબેન નઢાભા સુમણીયા, ગીતાબેન કીરણકુમાર માંગલીયા, અભીજીતસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, મનોજભાઇ ચુનીલાલ સામાણી, વોર્ડ નં.૨માં વાલુબેન હરદાસભાઇ ભોજાણી, ઝરીનાબેન અબ્દુલભાઇ મોખા, રામભા કાનાભા માણેક, હીતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર, વોર્ડ નં.૩માં અવનીબેન પરેશભાઇ રાયમંગીયા, જોશનાબેન મનસુખભાઇ કણઝારીયા, વિજયભાઇ કરણાભા માણેક, નિરંજનભાઇ જશવંતભાઇ લાખાણી, વોર્ડ નં.૪માં કમુબેન ઇશ્ર્વરભાઇ નાગેશ, નાથીબેન જયસુખભાઇ કણઝારીયા, ભાવેશભાઇ રૂડાભાઇ સોનગ્રા, ગોપાલભાઇ દેવશીભાઇ કણઝારીયા, વોર્ડ નં.૫માં કોમલબેન પ્રકાશભાઇ ડાભી, રામીબેન ભરતભાઇ પરમાર, વિનોદભાઇ અરજણભાઇ કનસારા, દીનેશભાઇ ડાયાભાઇ પરમાર, વોર્ડ નં.૬માં મનીષાબેન અમીતભાઇ મકવાણા, મીરાબેન જીતેન્દ્રભાઇ ડંડેચા, વિજયભાઇ પરસોતમભાઇ ગુજડ, પરેશભાઇ શામજીભાઇ ઝાખરીયા, વોર્ડ નં.૭માં લીલાબાઇ ભાવશીંગ માણેક, હેમાબેન પ્રહલાદભાઇ પુરોહીત, દિવ્યપ્રકાશ કાંતિલાલ ઠાકર, અંકીતભાઇ મહેન્દ્રભાઇ સામાણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ખંભાળીયાની ભરાણા સીટના જુસબ સતાર ચમડીયા અને કલ્યાણપુર તાલુકાના જુવાનપુર સીટના કીશોરભાઇ હીરાભાઇ નકુમ જાહેર કરવામાં આવ્યા છે. 
​​​​​​​
ભાણવડ માટે ભાજપના ઉમેદવારોના નામની યાદી
વોર્ડ નં.૧ માટે રચનાબેન ટપુભાઇ સોરઠીયા, મીનાબેન અશોકભાઇ નકુમ, દેવજીભાઇ માધવજીભાઇ નકુમ, નરેન્દ્રસિંહ કલુભા ભારાણી, વોર્ડ નં.૨ માટે હીનાબેન સુભાષભાઇ કણઝારીયા, હસ્મીતાબેન દિવ્યેશભાઇ નકુમ, સંજયભાઇ કેશુભાઇ ચૌહાણ, ચેતનભાઇ જેન્તીભાઇ રાઠોડ, વોર્ડ નં.૩ માટે જીગ્નાબેન હિતેશભાઇ જોશી, નીશાબેન નિરવભાઇ રાજાણી, નયનભાઇ જેરાજભાઇ રાઠોડ, ગુલમામદભાઇ ઇસ્માઇલભાઇ જેઠવા, વોર્ડ નં.૪ માટે મુકતાબેન ગુલાબભાઇ કદાવલા, કાજલબેન જગદીશભાઇ વસરા, પ્રવિણકુમાર મુળજીભાઇ વીસાવડીયા, સુભાષચંદ્ર લીલાધરભાઇ રાડીયા, વોર્ડ નં.૫ માટે રંજનબેન રમણીકભાઇ ખાણધર, સમસાદ ફીરોજ બ્લોચ, ઉમર સલેમાન સમા, વોર્ડ નં.૬ માટે ઉજીબેન ભીમશીભાઇ કનારા, રમેશ રમણીકભાઇ ચાંગેલાના નામ જાહેર કરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application