ઝારખંડના ચક્રધરપુરમાં બારાબબ્મો રેલ્વે સ્ટેશન પર અગાઉથી જ ઉભેલી માલગાડી સાથે હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસ ટકરાઈ પડી છે અને તેના પગલે ટ્રેનના 3 ડબ્બા પતા પરથી ઉતરી ગયા હતા. જેમાં 2 મુસાફરના મોત થયા હોવાનું અને 6 યાત્રી ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાન થતા જ સંબંધિત તંત્ર દોડી ગયું હતું અને બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. ઝારખંડના ચક્રધરપુરમાં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-સીએસેમટી મેઈલ માલગાડી સાથે ટકરાતા 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનાનું કારણ એ હતું કે બારાબબ્મો રેલ્વે સ્ટેશન પર અગાઉથી જ એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હોવાથી ત્યાં જ પડી હતી અને હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પરથી આવી રહી હતી અને ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ ગઈ.
હાલ આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી સામે આવી રહી છે.સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર 2 લોકોના ગંભીર ઇજાથી મોત નીપજ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તમામ ઘયાલોને રેલ્વે મેડીકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. રેલ્વે કર્મચારીઓની સાથે એઆરએમ, એડીઆરએમ અને સીકેપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ અકસ્માતના એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, મુસાફરો રાત્રે સૂતા હતા. દરમિયાન, લગભગ 3:45 વાગ્યાની આસપાસ, જોરદાર ગડગડાટ થઈ અને ટ્રેન ધ્રૂજી ગઈ. કેટલાક લોકો તેમની બર્થ પરથી પડી ગયા હતા તો અમુક મંદ પોતાની જાતને સાચવી શક્યા હતા. બીજી તરફ રેલવેના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી હતી.આ ઘટનામાં કોનો વાંક છે તે તપાસ બાદ સામે આવશે અને પગલાં લેવાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
ટ્રેન વ્યવહાર ખોરવાયો
ટ્રેન દુર્ઘટના બાદ દક્ષિણ પૂર્વ રેલવેના ટાટાનગર-ચક્રધરપુર રેલવે સેક્શન પર ટ્રેનની કામગીરી સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. જો કે, રેલ્વે અધિકારીઓ ફરીથી ટ્રેનને સરળતાથી પૂર્વવત કરવા માટે મથી રહ્યા છે. આ રૂટ પર ચાલતી ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને ડાયવરટ રૂટ પર ટ્રેન દોડાવાઈ રહી છે.
મુસાફરોમાં ગભરાટ
અકસ્માત બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અંધારી રાતમાં ચીસો ગુંજી ઉઠી હતી. સ્થિતિ એવી હતી કે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. ઉપરની બર્થ પર સૂતેલ લોકો નીચે પડ્યા તો ઉપર રાખેલી ઘણી વસ્તુઓ નીચે પડી અને વેરવિખેર થઈ ગઈ. પ્રશાસનને આ ટ્રેનની દુર્ઘટનાની માહિતી મળતા જ તેણે રાહત અને બચાવ કામગીરી માટે કર્મચારીઓને રવાના કયર્.િ સાથે જ રેલ્વે રૂટ પરથી ટ્રેનના ડબ્બા હટાવવાની કામગીરી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech