૧૩ પ્લેટફોર્મ બનશે: મુસાફરો માટે વિશાળ વેઇટીંગ રુમ: બુકીંગ તથા રીઝર્વેશન, વીઆઇપી વેઇટીંગ, લેડીઝ રેસ્ટ રુમ, બેબી ફીડીંગ રુમ, કેન્ટીન, વોટર રુમ, ખાણી પીણીના સ્ટોલ-૨ સહિતની અનેક સુવિધાઓ
વર્ષો બાદ જામનગરનું એસ.ટી. ડેપો મથક નવું જઇ રહ્યું છે, આજે સાંજે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો દ્વારા ખાતમુર્હુત કરવામાં આવશે, ત્યારે કેવું હશે જામનગરનું નવુ એસ.ટી. બસ મથક ? જેમાં ૧૩ પ્લેટફોર્મ બનશે તથા મુસાફરો માટે વિશાળ વેઇટીંગ રુમની સાથે સાથે બુકીંગ તથા રીઝર્વેશન, વીઆઇપી વેઇટીંગ, લેડીઝ રેસ્ટ રુમ, બેબી ફીડીંગ રુમ, કેન્ટીન, વોટર રુમ, ખાણી પીણીના સ્ટોલ-૨ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
એસ.ટી. મથકમાં કુલ ૩૩૭પ ચો.મી. માં બાંધકામ થશે, જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં કુલ ૧૩ પ્લેટફોર્મ, જેમાં પ્લેટફોર્મનો વિસ્તાર ૩૭૧.૯પ ચો.મી. રહેશે, ગ્રાઉન્ડ ફલોરમાં જ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટે વેઇટીંગ હોલ, બુકીંગ તથા રીઝર્વેશન, સ્ટુન્ડ પાસ ઇન્કવાયરી, ટી.સી. રુમ, ષવીઆઇપી વેઇટીંગ રુમ, લેડીઝ રેસ્ટ રુમ, જેન્ટસ રુમ, બેબી ફેડીંગ રુમ, કેન્ટીન વીથ કીચન, વોટર રુમ, વોશ એરીયા, સ્ટોલ, ઇલેકટ્રીક રુમ, પાર્સલ, વોટર રુમ, ફ્રન્ટ સાઇડનો સમાવેશ થાય છે.
પ્રથમ માળે ડ્રાઇવર, ક્ધડકટર, રેસ્ટ રુમ, શૌચાલય, લોકર રુમ, મુસાફરો માટે શૌચાલય, ડ્રાઇવર, ક્ધડકટર રેસ્ટ રુમ (લેડીઝ), લેડીઝ શૌચાલય, ઓફિસ, ૮ દુકાનો બનાવવામાં આવશે.
આ નવા બસ સ્ટેન્ડનો જમીન વિસ્તાર ૧૭ર૬૩ ચો.મી. રહેશે અને અંદાજીત કિંમત રુા. ૧૪૪૮.રપ લાખ રહેશે, રાજ્ય સરકાર દ્વારા નિગમને નવી બસ સ્ટેન્ડના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી જામનગર એસ.ટી. વિભાગના જામનગર મુકામે જુના અને જર્જરીત બસ સ્ટેન્ડને ડીમોલેશન કરી બાંધવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech