દેશમાં 'વન નેશન-વન ઈલેક્શન' કરાવવા માટે કેટલા ઈવીએમની જરૂર પડશે અને તેની કિંમત કેટલી હશે?

  • October 26, 2023 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વન નેશન, વન ઈલેક્શનને લઈને રચાયેલી કમિટીની બેઠક બુધવારે (25 ઓક્ટોબર) યોજાઈ હતી. જેમાં કાયદા પંચે એક સાથે ચૂંટણી યોજવાની યોજના શેયર કરવામાં આવી હતી.


દેશમાં 'વન નેશન-વન ઈલેક્શન'ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે ચૂંટણી પંચને 30 લાખ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની જરૂર પડશે. આ ઉપરાંત ચૂંટણીને વધુ સારી રીતે કરાવવા માટે તૈયારીઓમાં ઓછામાં ઓછો દોઢ વર્ષનો સમય લાગશે તેવો અંદાજ છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચના સૂત્રોએ ગુરુવારે આ સંદર્ભમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે એક EVMમાં એક કંટ્રોલ યુનિટ, ઓછામાં ઓછું એક બેલેટ યુનિટ અને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) યુનિટ હોય છે. તેથી, એકસાથે ચૂંટણી કરાવવા માટે, પંચને લગભગ 30 લાખ કંટ્રોલ યુનિટ, લગભગ 43 લાખ બેલેટ યુનિટ અને લગભગ 32 લાખ VVPATની જરૂર પડશે. ત્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે લગભગ 35 લાખ વોટિંગ યુનિટ (કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPAT યુનિટ)ની અછત છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે વન નેશન વન ઈલેક્શન માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો રાખવા માટે પર્યાપ્ત સ્ટોરેજ ફેસિલિટીની પણ જરૂર પડશે. કાયદા પંચ એક સાથે ચૂંટણી કરાવવાની યોજના અંગે પણ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તેમણે ચૂંટણી પંચ સાથે પોતાની જરૂરિયાતો અને પડકારો અંગે પણ ચર્ચા કરી હતી.


તેની કિંમત કેટલી છે?
આ એકમોની કિંમત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર અંદાજ ઉપલબ્ધ નથી, પરંતુ અગાઉના ખરીદ દરોને જોતાં એક કરોડ એકમોની કુલ કિંમત રૂ.15,000 કરોડથી વધુ હોઈ શકે છે. તેમાં VVPAT એકમો માટે રૂ.6,500 કરોડથી વધુનો પણ સમાવેશ થાય છે. આયોગનું કહેવું છે કે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ કરાવવામાં આવે તો ખર્ચ વધુ વધી શકે છે.



સમિતિની મળી હતી બેઠક
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ બંધારણ અને અન્ય વૈધાનિક જોગવાઈઓ હેઠળના હાલના માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એક સાથે ચૂંટણીઓ યોજવાની શક્યતા જોવાઈ રહી છે. આ સમિતિની બેઠક બુધવારે (26 ઓક્ટોબર) પણ યોજાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application