સૂર્યકુમાર યાદવના કેપ્ટન બનવાથી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કેવું છે?

  • July 24, 2024 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20I  સીરીઝ શરૂ થવાની છે. આ સીરીઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યાને T20 ટીમની કમાન સોંપવામાં આવી હતી.


હાર્દિકને સુકાનીપદ ન આપવાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ સૂર્યાને કેપ્ટનશીપની જવાબદારી મળતા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખુશ છે, આ વાતનો ખુલાસો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે કર્યો છે. અક્ષરે સૂર્યાને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવા માટે સમર્થન આપ્યું હતું અને તેને બોલરોનો કેપ્ટન કહ્યો હતો.

અક્ષર પટેલે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કેવું છે


અક્ષર પટેલે કહ્યું કે મેં સૂર્યકુમાર સાથે ઘણો સમય વિતાવ્યો છે. સુર્યાભાઈ ખુશખુશાલ વ્યક્તિ છે. તે વાતાવરણને જીવંત રાખે છે, મિમિક્રી કરવાનું અને આવી રમુજી વસ્તુઓ કરવાનું પસંદ કરે છે.

અક્ષર પટેલ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી પાંચ મેચની T20 સીરીઝમાં સૂર્યાની કેપ્ટનશીપવાળી ટીમનો ભાગ હતો. તેણે કહ્યું કે સૂર્યા બોલરોને ઘણી સ્વતંત્રતા આપે છે અને તેને આશા છે કે હવે સૂર્યાએ પૂર્ણ સમયની T20 કપ્તાની સંભાળી લીધી છે તો તેમાં કોઈ ફેરફાર નહીં થાય.


અક્ષરે વધુમાં કહ્યું કે મેં તાજેતરમાં જ પાંચ મેચની T20 સિરીઝ રમી હતી જ્યારે તે કેપ્ટન હતો. હું જાણું છું કે તે બોલિંગ કેપ્ટન છે. તે બોલરોને તે ક્ષેત્ર આપે છે જે તેઓ માંગે છે. મારી સાથે પણ એવું જ હતું. મને નથી લાગતું કે બહુ ફેરફાર થશે. હવે તેની કેપ્ટનશીપમાં રમતી વખતે તેની માનસિકતા વિશે જાણીશું. તમે એક પ્રવાસથી કોઈની કેપ્ટનશિપનો નિર્ણય કરી શકતા નથી. જ્યારે અમે વધુ રમીશું ત્યારે તેની કેપ્ટનશિપ વિશે વધુ જાણી શકીશું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application