રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ જાતે ફિલ્ડમાં ઉતર્યા છે અને ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો ધડાધડ સીલ કરવાનું શ કયુ છે જેમાં ઉપલાકાંઠે હોટેલ નોવા, કાલાવડ રોડ ઉપર હોલી કિડસ સ્કૂલ તેમજ ત્રણ પેટ્રોલ પપં અને જિમ સહિત આજે બપોર સુધીમાં ૧૪ મિલકતો સીલ કરવામાં આવી છે આજે બપોરે લચં બ્રેક બાદ ફરી આ ઝુંબેશ શ થશે અને હવે આ જ પ્રકારે લગાતાર સીલીંગ ઝુંબેશ ચાલુ રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈ દ્રારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્રારા ઝૂંબેશના પમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી દરમ્યાન મ્યુનિ. કમિશનર શ્રી દેવાંગ દેસાઈ પોતે પણ વોર્ડ ન.ં ૮ માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ ન.ં ૭મા એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી.
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, ઝૂંબેશના પમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ–૨૦૧૩ અને તે હેઠળ નિયમો–૨૦૧૪ તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન–૨૦૨૩ તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ–૧૯૭૬ મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેની ફાયર એનઓસી અને બીયુ પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોની વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેયુ હતું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્રારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે
કયા વોર્ડમાં કેટલી મિલકતો સીલ
–વોર્ડ ન.ં ૪માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પમ્પ, અને હોટલ નોવા
–વોર્ડ ન.ં ૧ માં માતિ સુઝુકીનો પરફેકટ ઓટો શો મ
–વોર્ડ નં.૧૧ માં નાના મવા રોડ પર એન.ડી.ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
–વોર્ડ ન.ં ૮માં હોલી કિડસ સ્કૂલનો ચોથો માળ સીલ
– વોર્ડ નં.૩માં રેલનગર રોડ પર આવેલ આશીર્વાદ સ્કૂલ અને પ્રગતિ સ્કૂલ સીલ
–વોર્ડ નં.૧૦માં કે–૭ એકેડેમી સીલ
–વોર્ડ નં.૧૮માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ સીલ કરવામાં આવેલ છે.
–વોર્ડ ન.ં ૬માં પેડક રોડ પર આવેલ અક્ષર પ્લાઝા કોમ્પ્લેકસ સીલ
–પી એન્ડ બી કિડસ ઝોન સી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech