ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ભયાનક અકસ્માત થયાની ઘટના સામે આવી રહી છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત થયો હતો. પોલીસે ઓટો અને ડીસીએમ બંનેને કસ્ટડીમાં લીધા છે.
મામલો હરદોઈના માધવગંજ શહેરનો છે. પોલીસના જણાવ્યા અનુસાર એક CNG ઓટો બિલગ્રામ કટરા બિલહૌર રોડ પર બિલગ્રામ તરફ આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક બાઇક સવાર આવ્યો હતો. તેને બચાવવા ઓટો ચાલકે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે વિરુદ્ધ દિશામાં આવી રહેલા ડીસીએમ સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. અકસ્માત સમયે ઓટોમાં કુલ 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નજીકમાં હાજર લોકોએ તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને ઓટોમાંથી બહાર કાઢ્યા હતા.
ઓટોમાં મુસાફરી કરી રહેલા 15માંથી 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં 6 મહિલાઓ, 2 બાળકો, એક પુરુષ અને એક કિશોરનો સમાવેશ થાય છે. અન્ય પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર આ ઘાયલોની હાલત પણ નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં માત્ર બે મહિલાઓની ઓળખ થઈ શકી છે. બાકીની ઓળખ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, હરદોઈ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બપોરે લગભગ 12.30 વાગ્યે હીરા રોશનપુર ગામ પાસે થયો હતો.
અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. અવાજ સાંભળીને નજીકના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં બે મહિલાઓ માધુરી અને સુનીતાની ઓળખ થઈ છે. જ્યારે ઘાયલોમાં રમેશ, સંજય, વિમલેશ આનંદ અને કિશોરનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMજે ગેંગનો મુખ્ય સૂત્રધાર ભાવનગરનો છે તેના ચાઇનીસ ગેંગ સાથે ખુલ્યા કનેકશન
May 20, 2025 04:25 PMવડવા પાદર દેવકી વિસ્તારમાં આતંક મચાવનાર પાંચ પૈકી બે ઝડપાયા
May 20, 2025 04:23 PMબાળકના ખરાબ હેન્ડ રાઈટિંગ(અક્ષર) સુધારવા માટે અપનાવો આ પદ્ધતિ
May 20, 2025 04:22 PMપાંચપીપળા અને ત્રાપજ વચ્ચે બાઈક આડે રોઝડું આવતા યુવાન વેપારીનું મોત
May 20, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech