ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં 40 જેટલા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહી હતી.
બસ પુએન્ટે બેલિસ હાઇવે પર આવેલ એક પુલ છે. જ્યાંથી બસ નીચે પડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં બસ આંશિક રીતે પાણીમાં ડૂબેલી દેખાય છે, અને તેની આસપાસ પીડિતોના મૃતદેહ પડેલા છે.
?? #INTERNACIONAL || Tragedia en Guatemala. Al menos 40 personas fallecidas y varios heridos tras la caída de un bus a un barranco en Calzada La Paz. Bomberos trabajan en el rescate. #Guatemala #Accidente #BreakingNews pic.twitter.com/on01e9lBPr
— Cinco Radio Oficial (@laredcincoradio) February 10, 2025
ગ્વાટેમાલા શહેરના મેયર રિકાર્ડો ક્વિનોનેઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અકસ્માત બાદ ઘટનાસ્થળે કટોકટી સેવાઓ તૈનાત કરવામાં આવી હતી. દરમિયાન, ટ્રાફિક પોલીસ અસરગ્રસ્ત વિસ્તારમાં વૈકલ્પિક માર્ગો સ્થાપિત કરવા પર કામ કરી રહી છે.
ગ્વાટેમાલામાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ અકસ્માત બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે સેના અને આપત્તિ એજન્સીને તૈનાત કરી છે.અરેવાલોએ સોશિયલ મીડિયા પર કહ્યું, 'હું પીડિતોના પરિવારો સાથે એકતામાં ઉભો છું જેમને હૃદયદ્રાવક સમાચાર મળ્યા છે.' તેમનું દુઃખ એ મારું દુઃખ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech