વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીની સ્ટોરેજ બે ટેન્કમાં પ્રચડં ધડાકા થતાં ભીષણ આગ લાગી હતી જેમાં એક શ્રમિકનું મોત થયું હતું. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠો હતો. આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની ૧૦થી વધુ ગાડીઓ કામે લાગી હતી. અમદાવાદ અને આણંદથી ફાયરની ટીમો બોલાવવામાં આવી હતી અને ખાસ ફોર્મનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. અનેક કિલોમીટરો સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.
આગની આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયાના સમાચાર છે. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં ધડાકાભેર આગ લાગી હતી. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લામાંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ હતી. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી.
પહેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, લોકોને લાગ્યું હતું કે ભૂકપં આવ્યો.પ્રચડં અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા. પળવારમાં જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, અને આજુબાજુના રહીશોને રહેણાંક વિસ્તારોમાંથી દુર ભાગી જવુંપડુ હતુ. આઈઓસીએલ રિફાઇનરીમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શ કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, આજે બપોરના સમયે વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પેારેશન લિમિટેડની રિફાઇનરીમાં અચાનક પ્રચડં વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના ઘટી હતી, ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન પ્રચડં અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા
વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે
વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે તેવુ અવાર નવાર કહેવામાં આવે છે કારણકે વડોદરાની આસપાસ ૧૦૦૦ જેટલા નાના મોટા કેમિકલ ઉધોગો કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાત રિફાઈનરી, જીએસએફસી, જીએસીએલ, આઈપીસીએલ( હવે રિલાયન્સ) જેવી મોટી કંપનીઓ તો ખરી જ. વડોદરા નજીકના નંદેસરી, પાદરા, રણોલી, પોઈચા–રાણીયા વિસ્તારમાં સેંકડો કેમિકલ ઉધોગો ધમધમી રહ્યા છે. જેમાં સેંકડો પ્રકારના કેમિકલોનો અલગ અલગ પ્રકારની પ્રોડકટસ બનાવવા માટે ઉપયોગ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech