ભાવસિંહજી હોસ્પિટલના વોર્ડ બોયે દાખવી પ્રામાણિકતા

  • November 26, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના વોર્ડ બોયને એક પર્સ મળી આવ્યુ હતુ જેને પ્રામાણિકતાથી મૂળ માલિકને સોંપી દીધુ હતુ.
 ભાવસિંહજી હોસ્પિટલમાં ટી.બી.વોર્ડમાં એક લેડીઝ પર્સ વોર્ડબોય ભાવેશભાઇને મળી આવેલ જેમણે પોલીસના એ.એસ.આઇ. ડી.જે. ચાવડા તથા હેડકોન્સ્ટેબલ જે.એલ. મજીઠીયાને જાણ કરતા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તથા હોસ્પિટલમાં પૂછપરછ કરી પર્સના મૂળ માલિક કોમલબેન મદલાણી રહે. પોરબંદરવાળાને પર્સ સોપેલ જે પર્સમાં  ‚ા. ૫૦૦૦ રોકડા તથા બે સોનાની વીટી તથા બે એ.ટી.એમ. તથા અગત્યના ડોકયુમેન્ટ હોય જેથી મૂળ માલિકની ખરાઇ કરી હોસ્પિટલ સ્ટાફ તથા આગેવાન બાબુભાઇ પાંડાવદરાની હાજરીમાં કોમલબેન મદલાણીને સોપેલ છે. અને કોમલેબેને હોસ્પિટલ સ્ટાફ તથા પોલીસનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application