વેકેશનમાં વાલીઓને પણ હોમવર્ક

  • April 23, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ સમર વેકેશનમાં વિધાર્થીઓના સર્વાગી વિકાસ માટે શાળા સંચાલકો દ્રારા ખાસ લેસન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં વિધાર્થીઓને હોમવર્ક અપાશે નહીં પરંતુ વ્યવહારિક માર્ગદર્શન સાથે તાલીમ આપવા માટે વાલીઓને હોમવર્ક અપાયું છે.વિધાર્થીઓનો સવાગી વિકાસ એ રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિનો એક મહત્વનું પાસું છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્રારા પોતાના વિધાર્થીઓના સવાગી વિકાસ થાય એ માટેનું જુદા જુદા પ્રકારનું હોમવર્ક કે જેમાં શૈક્ષણિક વિકાસની સાથે સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય, કૌટુંબિક વિકાસ પણ થાય એવો આગ્રહ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્રારા રાખવામાં આવે છે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વાલીઓને જુદી જુદી પ્રવૃતિઓ અને સુજાવ આપવામાં આવે છે. બાળકોના સવાગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ હોમવર્કને સફળ બનાવવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ, મેહત્પલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, મહામંડળના રાજકોટ ઝોનના પ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ દ્રારા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના સંચાલકો અને આચાર્યને અપીલ કરવામાં આવે છે


સવાગી વિકાસ માટે ખાસ સિલેબસ
આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા એ જણાવ્યું હતું કે, આ વેકેશનમાં વિધાર્થીઓ વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી વ્યહવારીક જ્ઞાન પણ પ્રા થાય તે ઉદ્દેશ્યથી એક માર્ગદર્શન પત્રિકા દરેક શાળાને આપવામાં આવી છે. જેના દ્રારા વાલીઓ તેમના બાળકોને અભ્યાસ સાથે અનેક કાર્યેા સોંપીને સમયનો સદ ઉપયોગ કરી શકે છે. આ હોમવર્કનો ઉદ્દેશ્ય વિધાર્થીઓના સવાગી વિકાસ જેમાં બાળકોમાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, કૌટુંબિક તથા ભાવનાત્મક પાસામાં જોઈએ તો કણા, ત્યાગ, વડીલોનું સન્માન, પ્રકૃતિ પ્રેમ, પ્રાણીઓ અને પક્ષીઓ માટેનો પ્રેમ વિકસે એ પ્રકારનો હોમવર્કનો ઉદ્દેશ છે


વિધાર્થીઓના હૃદય, મન અને હાથને તાલીમ
જેમ કે ઈશ્વરીયા ખાતે આવેલ રેયુઅલ સાયન્સ સેન્ટર અને રેસકોર્સ ખાતે આવેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ની મુલાકાત ,વ્યવસાય અથવા નોકરીના સ્થળે બાળકને સાથે લઈ જવા,ઐતિહાસિક સ્થળ અથવા મ્યુઝિયમની મુલાકાત, સ્થાનિક, રાયકક્ષા, રાષ્ટ્ર્રીયકક્ષા તેમજ આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની સંસ્કૃતિ વિશે, શાકભાજી કે કરિયાણા બજારમાં બાળકને સાથે લઈ જવા,લાઇબ્રેરીની મુલાકાત લેવી, પોતાનું ફેમિલી ટ્રી કે કૌટુંબિક વડલો બનાવવો, ગરમીમાં ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો તે વૃધ્ધાશ્રમમાં રહેતા વડિલો કે ડિફરન્ટલી એબલ બાળકોની સાથે એક દિવસ વિતાવવો, પોતાના મહોલ્લા, એપાર્ટમેન્ટમાં કે સોસાયટીમાં રહેતા વડીલોને મળવું અને તેમના અનુભવો સાંભળવા ,બર્ડ વોચિંગ, બર્ડ ફીટીંગ, એનિમલ સફારી માટે જવું, પ્લેનેટોરિયમ, સાયન્સ મ્યુઝિયમ તેમજ સ્ટાર ગેઝિંગ જેવા અનુભવ મેળવવા, સાયકલની રાઈડ સાથે મળીને કરવી, ટ્રેકિંગ, કેમ્પિંગ કે કુદરતી સાૈંદર્યના સ્થળોની મુલાકાત લેવી, કેનવાસના બોર્ડ પર સાથે મળી અને કોઈ પેઇન્ટિંગ કરવું ,બાળકની સાથે રહી અને ગીત ગાવા, રેકોડિગ કરવું ,કોઈ મોટીવેશનલ બુક સાથે મળીને વાંચવી, ગાર્ડનીંગનું કાર્ય કરવું ,જુના સિક્કાઓ, સ્ટેમ્પ જેવી કલાકૃતિઓનું કલેકશન કરવું. આ ઉપરાંત ફુડ આર્ટ કે જેમાં રસોડામાં માતાની મદદ કરવી, સાથે મળી કેક બનાવી, કોઈ વાનગી સાથે મળીને બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટના પ્રોજેકટ બનાવવા સાથે મળી અને ડાન્સ રીલ બનાવવી ,સુડોકુ જેવી દિમાગની રમત સાથે મળીને રમવી, તમારા બાળકની પસંદગીની આઉટર અથવા ઇન્ડોર ગેમ સાથે મળી અને રમવી ,સરકારી કચેરીઓ, બેંક, ઇન્સ્યોરન્સ ઓફિસ, કોર્પેારેશન, કલેકટર ઓફિસ જેવી ઓફિસોની મુલાકાત બાળકની સાથે લઈને કરવી,, કસરત અને પ્રાણાયામ કરવા વગેરે જેવી પ્રવૃતિઓ થકી બાળકોને વ્યસ્ત રાખી તેનો સવાગી વિકાસ કરીશકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application