રાજકોટ જ નહીં સમગ્ર રાયમાં સમયાંતરે ટ્રાફીક બ્રિગેડ, હોમગાર્ડ કે જીઆરડી ગાર્ડ કોઈને કોઈ કાંડ કરતા રહે છે અને સમગ્ર પોલીસ બેડાને લાંછન લગાડે છે. આની ભીતરમાં તોડથી લઈ હનીટ્રેપ અને અન્ય કારનામાઓ કરનારા ગાર્ડસ ફરજ બજાવતા હોય ત્યાં અધિકારી સાથે નીકળતા કે અંગત થઈને બેફામ બનીને તાબાના અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓને પણ ગાંઠતા નથી. ઉપર અધિકારીની મીઠી નજરને કારણે નાનો સ્ટાફ પોલીસ કશું કહી શકતી નથી અને આખરે તો ખરડાતી રહે છે પોલીસની જ ઈમેજ. આવો સડો સાફ કરવો કે, કંટ્રોલ કરવો જે તે થાણા અધિકારીની જ પહેલી ફરજ બની રહે છે.
રાયભરમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટ્રાફીક વ્યવસ્થામાં પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફીક બ્રિગેડ (ટીઆરબી), જયારે પોલીસ મથકોથી લઈ બ્રાંચોમાં હોમગાર્ડસ કે જીઆરડીની માનદ વેતન પર સેવા લેવામાં આવે છે. ટ્રાફીક બ્રિગેડને માત્ર ટ્રાફીક વ્યવસ્થા જ સંભાળવાની હોય છે. કોઈનું વાહન પણ રોકી ન શકે કે કોઈપણ પ્રકારના વાહન સંબંધી ડોકયુમેન્ટસ પણ ચેક ન કરી શકે. આ મુદ્દે ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વારંવાર સ્પષ્ટ્રતા કરી ચુકયા છે અને આદેશ પણ છોડયા હતા કે, ટ્રાફીક બ્રિગેડ ટ્રાફીક જાળવણી સિવાય કોઈ કામગીરી ન કરી શકે.
સ્પષ્ટ્ર આદેશો છતાં ટ્રાફીક બ્રિગેડ બેઅસર રહેતા હોય તે મુજબ અમદાવાદમાં જ એક તોડ કાંડનો કિસ્સો એવો બન્યો હતો કે, હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને હાઈકોર્ટે આકરી ટીકા કરી અને જવાબદારો સામે પગલા લેવાયા હતા. આવું જ રાજકોટમાં પણ જાણે ટીઆરબીનું કામ રોજીંદા જેવું છે. વાહનો રોકવા, લાઈસન્સ કે આવા ડોકયુમેન્ટ માંગવા, વાહનોની ચાવી ખેંચી લેવી, વહીવટ કરી લેવા સાથે ેરહેલા તેના ઉપરી પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર કે પીએસઆઈ અન્ય અધિકારી સામે જ આવું થતું હોય છે છતાં આવા ટીઆરબીને કોઈ રોકનારૂ કે ટોકનારૂ હોતું નથી. પોલીસની જ અંદરખાને છૂટ હોવાની છાપ બની રહે છે.
રાજકોટમાં એક હોમગાર્ડ સામે તાજેતરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આ મહાસય ત્યકતાને પોતે એસઓજીમાં હોવાની ઓળખ સાથે છાંકો પાડીને ફસાવી હતી. દુષ્કર્મ કયુ હતું. આ અગાઉ જીઆરડી સામે હનીટ્રેપના ગુના નોંધાઈ ચુકયા છે કે આવી ફરિયાદો થઈ હતી. હનીટ્રેપમાં તો આવા ગાર્ડની સાથે ખુદ પોલીસની પણ સંડોવણી ખુલી હતી. ખુલ્લ ેઆમ કોઈ ડર વિના આવા કારસ્તાનો થતા રહે છે. જેની પાછળ જે તે પોલીસ મથક, બ્રાંચના અધિકારીઓની ઢીલીનીતિ, મીઠી નજર કે અંગતતા પણ એટલી જ જવાબદાર બની રહે છે.
પોલીસ સાથે મદદરૂપ ફરજના સાથે પગ મુકનારા અને નવ હજાર કે આવું માનદ વેતન તો માત્ર બહાનું હોય પરંતુ પોલીસ સાથે રહીને બીજુ ઘણું બધું કરી શકાય તેવા આશયથી પ્રવેશનારાઓ, પગ પેસારો કરી ધીમે ધીમે અધિકારીઓ સુધી સાવ નજીક પહોંચી અંગત બની જાય છે. કેટલાક અધિકારીઓ પણ એવા હોય છે કે, પોતાના અંગત છૂપા કે ખાસ કામ વિશ્ર્વાસુ બની ગયેલા આવા ટીઆરબી ગાર્ડસને જ સોંપતા હોય છે. આવા ગાર્ડસ સાહેબના સાવ નજીક કે કયાંક કયાંક તો રસોડા સુધીના જાણકાર થયેલા આવા ટીઆરબી કે ગાર્ડસને તાબાના અધિકારીઓ કે નાના પોલીસ કર્મીઓ કઈં કહી શકતા નથી.
અધિકારી કે સાહેબને ભાવતું પીરસી દેતા કે, પહોંચાડતા આવા અંગત ગાર્ડસ, ફોલ્ડર બહાર પોલીસના નામે જ છાંકો પાડીને કારનામા કરે અને પોલીસને કાળી ટીલી લગાડતા રહે છે. આવો છૂપો રોષ પોલીસ બેડામાં હશે જ પરંતુ જાયે તો જાયે કહાં કહે તો કહે કહાં જેવી સ્થિતિને લઈને સહન કર્યા વિના છુટકો નહીં.
પોલીસની આળશ, છૂપી લાલસા પણ આવા લાલચૂઓ માટે બને છે છૂટો દોર?
પોલીસ માટે પણ કયારેક હાતના કર્યા હૈયે વાગ્યા જેવુ બની રહ્યું છે. સાથે પરજમાં મુકાતા કે આવતા વોર્ડન, ગાર્ડસને પોલીસ પોતે ડયુટી પર ખડેપગે ન રહેવું પડેલ પેટ્રોલિંગમાં ન જવુ પડે. ડ્રાઈવરોએ વાહન ન ચલાવવુ પડે એટલે વોર્ડન, ગાર્ડસને પોઈન્ટ, પેટ્રોલીં, વાહનો સોંપી દેતા હોય છે પોતે કાંતો પોલીસ મથકોમાં, વાહનોમાં અથવા ઘરે જઈ આરમા ફરમાવે (આવુ નાઈટ ડયૂટીમાં વધુ બને છે) જયારે ગાર્ડસ ખુલ્લ ેઆમ પોલીસના રૂઆબ સાથે ડયૂટી બજાવે, પોલીસ મથકોમાં પણ ઘણાખરા આળશું અધિકારી, રાઈટરો અથવા ઓવરબર્ડન હોય ત્યારે ગાર્ડસને રાઈટર તરીકે રાખે કે તેની પાસે દસ્તાવેજી કાગળો તૈયાર કરાવે. આવા કારણોસર ગાર્ડસ કે વોર્ડન પોલીસની તમામ વર્ક સ્ટાઈલ જાણી જતા હોય છે અને શીખીને પોતાનું કામ પાર પાડતા રહે છે. બીજો પોલીસ માટે સેફટીનો એન્જલ એ બની રહે છે કે, આવા વોર્ડન, ગાર્ડસ વહીવટો કરે અને કદાચ પકડાય તો પોતાને ઠપકા સુધીનું સહેવુ પડે બાકી એસીબીની ટ્રેપ કે આવો ડર ઓછો રહે જેથી હાથ વગુ હથિયાર માનીને પણ છૂટો દોર અપાતો હશે તેવી ચર્ચા છે. બધા જ ટીઆરબી કે હોમગાર્ડે, જીઆરડી સરખા નથી હોતા કેટલાક લાલચૂઓને લઈને ઈમાનદાર વોર્ડન, ગાર્ડસને પણ સહેવું પડે છે. એક જ પોલીસ સ્ટેશન કે આવા સ્થળોએ ફરજોના બદલે ગાર્ડસને રોટેશન મુજબ અન્યત્ર ચેન્જ કરતા રહેવા જોઈએ તો પણ થોડી બ્રેક આવે અને ખરેખર સાચી ફરજ બજાવનારા વોર્હેન, ગાર્ડસ પણ બદનામ થતાં અટકી શકે.
ખાખી ડ્રેસકોર્ડ હોવાથી સામાન્યજન તો પોલીસ જ સમજીને ફસાઈ જાય છે!
હોમગાર્ડ અને જીઆરડી (ગ્રામ્ય રક્ષક દળ)ના ગાર્ડસ, જવાનના ડ્રેસ ખાખી કલના હોય છે, જાણકારો કે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલાઓને ખ્યાલ હોય બાકી તો સામાન્યજન કે પ્રજાજનો ખાસ કરીને ગામડાના લોકોને તો ખાખી કલરનો પહેરવેશ અને પોલીસ પણ સાથે હોય પોલીસનું વાહન હોય એટલે હોમગાર્ડ કે જી્રઆરડી ગાર્ડને પોલીસ માની લો આવા ગાર્ડ કે જેનો એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય તે પોતાની સાચી ઓળખના બદલે પોેલીસ જ હોવાની ઓળખ આપતા હોય અને વિસ્તારોમાં છાંકો પાડે, દબડાવે કે તોડતાડ કરતા રહેતા હોવાની ફરિયાદો પણ ઉઠતી રહેતી હશે. ખરેખર તો ટીઆરબી ટ્રાફિક બ્રિગેડની માફક ડ્રેસ કલર ચેન્જ થાય તો પોલીસ અને જીઆરડી, હોમગાર્હેસનો સામાન્ય માણસ સમજી શકે અને પોલીસ પણ બદનામ થતી અટકી શકે. આવો ચેન્જ ઉચ્ચ કક્ષાએ નિર્ણયથી જ થઈ શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech