ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસપોર્ટ અને ડિવિઝન દ્રારા હોળી– ધુળેટીના તહેવારો નિમિતે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ એકસટ્રા બસ સર્વિસ શ કરાઇ છે, જે અંતર્ગત આજ દિવસ સુધીમાં કુલ ૪૦ એકસટ્રા બસો દોડાવતા આજ દિવસ સુધીમાં .૧૦ લાખની આવક થઇ છે. હોળી અને ધુળેટીના તહેવારો પૂર્વે ચિક્કાર ટ્રાફિક નીકળ્યો છે. ખાસ કરીને દ્રારકા ટની બસોમાં વધુ ભીડ જોવા મળી રહી છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ બસપોર્ટ ઉપરાંત ડિવિઝન હેઠળના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપોમાંથી દાહોદ ગોધરા ટ ઉપર જરિયાત મુજબ એકસટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડી તેમજ બાંધકામ ઉધોગમાં મજૂરીકામ કરતા દાહોદ પંથકના હજારો મજૂરો હોળી–ધુળેટીના તહેવારો નિમિતે તેમના વતનમાં જતા હોય તેમના માટે આ એકસટ્રા બસ સર્વિસ અપાઇ રહી છે. દરમિયાન જામનગર એસટી ડિવિઝન દ્રારા દ્રારકા માટે એકસટ્રા બસ સર્વિસ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.તાજેતરમાં ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા રાયના તમામ ૧૬ ડિવિઝનને જરિયાત મુજબ કુલ ૩૦૦ બસોની ફાળવણી કરાઇ હતી જેમાં રાજકોટ એસટી ડિવિઝનને એક સ્લીપર કોચ સહિત ૩૫ નવી બસની ફાળવણી ગત સાહમાં કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech